Rajkot/ રાજકોટના ઉમદા વ્યક્તિત્વ અભયભાઈ ભારદ્વાજની માસિક પુણ્યતિથિએ મુખ્યમંત્રીએ પાઠવી શ્રદ્ધાંજલિ

રાજકોટના રાજ્યસભાના સાંસદ તેમજ જાણીતા ધારાસભ્ય અભયભાઈ ભારદ્વાજનીની વિદાયથી રાજકોટવાસીઓને એક ઉમદા વ્યક્તિત્વની ખોટ પડી છે.જોતજોતામાં તે તેઓએ વિદાય

Top Stories
1

રાજકોટના રાજ્યસભાના સાંસદ તેમજ જાણીતા ધારાસભ્ય અભયભાઈ ભારદ્વાજનીની વિદાયથી રાજકોટવાસીઓને એક ઉમદા વ્યક્તિત્વની ખોટ પડી છે.જોતજોતામાં તે તેઓએ વિદાય લીધા તેને એક માસ જેટલો સમય થઈ ગયો છે.તેઓની માસિક પુણ્યતિથિ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓની માસિક પુણ્યતિથિ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થી રાજકોટના બેડી પરા પટેલ સમાજ ખાતે પીડીયુ સરકારી બ્લડ બેન્ક અને નાથાણી વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ રક્તદાન કેમ કંઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી તેમજ રક્તદાતાઓને રક્તદાન બદલ બિરદાવ્યા હતા.

1
2

dry run / દેશભરમાં આજે કોરોના વેક્સિનેશન ડ્રાયરન, કયા રાજ્યમાં કેવી છે…

આ રક્તદાન કેમ માં 1000 જેટલા દાતાઓએ રક્તદાન કર્યું હતું તેમજ શાપર તેમજ મેટોડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બે મોબાઇલ વાન રક્ષણ માટે મોકલવામાં આવી હતી ત્યાં 200 લોકોએ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી ઉપરાંત ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, રાજુભાઈ ધ્રુવ, પુનિતાબેન પારેખ, નગરસેવક કોમલબેન ખીરા, કલેકટર રેમ્યા મોહન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, બ્લડ બેંકનાના કર્મચારીઓ તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

demise / નવા વર્ષના પ્રથમ દિવસે કોરોના સબબ હૈદરાબાદના આ દિગ્ગજ નેતાનુ…

આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, દિલીપભાઈ પટેલ, કેયુરભાઈ કેરીયા વિમલભાઈ વેકરીયા, મિલનભાઈ લીમ્બાચીયા, રક્ષિત ભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ જહેમત ઉઠાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…