કોરોનાની બીજી લહેરે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. જેમાં ગતવર્ષે સૌથી વધુ કેસ શહેરમાં જોવા મળતા હતા ત્યારે હાલમાં તો ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધી ગયું છે. જેને લઈ કોરોનામાં લોકોના મોત પણ થઈ રહ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતમાથી મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સિદ્ધપુર મુક્તિધામ ખાતે લાવવામાં આવતા હોવાથી મૃતકો વધી જતાં પાંચ-પાંચ કલાકના વેઇટિંગ થવા પામ્યું હતું. જયારે મુક્તિધામ બહાર મૃતદેહોની કતારો જોવા મળી રહી છે.
છેલ્લા ત્રણ દિવસમાં સિધ્ધપુર મુક્તિધામમાં છેલ્લા ત્રણ દિવસમાં 28 કોરોના ગ્રસ્ત મૃતદેહો સાથે 150 થી વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરવામાં આવતા હોવાથી તેમજ સતત ગેસથી ચાલતી ભઠ્ઠીઓને લઈને બે ભઠ્ઠીઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. જેથી કોરોના પોઝિટિવ મૃતકોને અગ્નિસંસ્કાર માટે મુશ્કેલી ઉભી થવા પામી હતી. પાટણ જિલ્લામાં કોરોનાનાં કેસોમા દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે જોકે કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓનો સાચો આંકડો આરોગ્ય વિભાગ દ્વારા બતાવવામાં આવતો નથી. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના પોજીટિવ 30 થી વધુ તમજ કોરોના વગરના કુલ 150 થી વધુ મૃતદેહોના અગ્નિ સંસ્કારમાં આવતા ગેસથી ચાલતી મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટેની બે ભઠ્ઠીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં મૃતદેહોના અગ્નિ સંસ્કાર માટે પાંચ-પાંચ કલાક સુધી વેઇટિંગ થવા પામ્યું હતું. જેના પગલે તાત્કાલિક કલેકટર, પ્રાંત અધિકારી અને સિદ્ધપુર મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું આગામી સમયમાં પરિસ્થિતિ વધુ વણસે નહિ અને અગ્નિ સંસ્કાર રાબેતા મુજબ થાય તે દિશામાં જરૃરી પગલાં લઈ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જ્યારે પ્રાંત અધિકારી એ પણ જરૃરી પગલાં ભરી અગ્નિસંસ્કાર માં તકલીફ ના પડે તેમાટે કાર્યવાહી હાથ ધરી હતી. સિદ્ધપુર મુક્તિધામના ટ્રસ્ટી જે.ડી.પટેલે જણાવ્યું હતું કે અહીં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યા માં આવતા મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવે તેઓને વતનમાં જ અગ્નિસંસ્કાર કરવા અપીલ કરી હતી.