Not Set/ દુનિયાના સૌથી મોંઘા સોના અને હીરાજડિત ચંપલ, કિંમત તમને ચોંકાવી દેશે

દુબઈ, દુનિયાના સૌથી મોંઘા ચંપલ જેની કિંમત એક અરબ કરતા પણ વધારે છે. ૨૬ સપ્ટેમ્બરના રોજ આ ચંપલને યુએઈમાં લાવવામાં આવ્યા હતા. આ ચંપલની કિંમત ૧.૭ કરોડ ડોલર છે. Instagram will load in the frontend. મીડિયામાં આ સમાચાર મંગળવારે આપવામાં આવ્યા હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ચંપલ હીરા અને અસલી સોનાથી બન્યા છે. આ […]

Top Stories World
shoes દુનિયાના સૌથી મોંઘા સોના અને હીરાજડિત ચંપલ, કિંમત તમને ચોંકાવી દેશે

દુબઈ,

દુનિયાના સૌથી મોંઘા ચંપલ જેની કિંમત એક અરબ કરતા પણ વધારે છે. ૨૬ સપ્ટેમ્બરના રોજ આ ચંપલને યુએઈમાં લાવવામાં આવ્યા હતા. આ ચંપલની કિંમત ૧.૭ કરોડ ડોલર છે.

Image result for world's expensive sandals

Instagram will load in the frontend.

મીડિયામાં આ સમાચાર મંગળવારે આપવામાં આવ્યા હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ ચંપલ હીરા અને અસલી સોનાથી બન્યા છે. આ ચંપલને બનવવા માટે ૯ મહિનાનો સમય લાગ્યો હતો ત્યારબાદ તે તૈયાર થયા હતા.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ચંપલમાં ૨૩૬ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પેશન ડાયમંડ ચંપલની કિંમત ૬.૨૪ કરોડ દીરહામ એટલે કે ૧.૭ કરોડ ડોલર છે. જો તેની કિંમત રૂપિયામાં ગણવા જઈએ તો તે ૧.૨૩ અરબ રૂપિયા થાય છે. પેશન જવેલર્સમાં આ ચંપલની એડીને સોનની બનાવવાનું કામ કરવામાં આવ્યુ હતું.

આ ચંપલને બુધવારે દુનિયાની  એક માત્ર સેવન સ્ટાર હોટલ બુર્જ અલ અરબમાં જાહેરમાં મુકવામાં આવશે.