Not Set/ અમદાવાદ/કોરોના મામલે સામે આવ્યા મોટા સમાચાર, ચેતીને રહેજો હજુ પણ નથી વિકસી હર્ડ ઇમ્યુનિટી…

ગુજરાતમાં નોંધવામાં આવી રહેલા કોરોનાનાં સતત કહેર વચ્ચે અમદાવાદમાં પહેલનાં સંદર્ભમાં કોરોનાનાં થોડો કન્ટ્રોલમાં કહી શકાય. અમદાવાદમાંથી રોજ સામે આવતા કેસની સંખ્ય – મોતની સંખ્યા ઘટી હોવાનું નોંધવામાં આવે છે. કોરોનાનો કહેર ઓછો થતા લોકો બિનદાસ્ત પણ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ અમદાવાદીઓ ચેતીને રહેજો હજુ કોરોના ગયો નથી અને એવુ પણ નથી […]

Ahmedabad Gujarat
e19fbdd25c24676a4c1bcfc3ce943a74 અમદાવાદ/કોરોના મામલે સામે આવ્યા મોટા સમાચાર, ચેતીને રહેજો હજુ પણ નથી વિકસી હર્ડ ઇમ્યુનિટી...
e19fbdd25c24676a4c1bcfc3ce943a74 અમદાવાદ/કોરોના મામલે સામે આવ્યા મોટા સમાચાર, ચેતીને રહેજો હજુ પણ નથી વિકસી હર્ડ ઇમ્યુનિટી...

ગુજરાતમાં નોંધવામાં આવી રહેલા કોરોનાનાં સતત કહેર વચ્ચે અમદાવાદમાં પહેલનાં સંદર્ભમાં કોરોનાનાં થોડો કન્ટ્રોલમાં કહી શકાય. અમદાવાદમાંથી રોજ સામે આવતા કેસની સંખ્ય – મોતની સંખ્યા ઘટી હોવાનું નોંધવામાં આવે છે. કોરોનાનો કહેર ઓછો થતા લોકો બિનદાસ્ત પણ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ અમદાવાદીઓ ચેતીને રહેજો હજુ કોરોના ગયો નથી અને એવુ પણ નથી કે કોરોના પલટવાર નથી કરતો. 

તમામ હકીકતો અને વાતો વચ્ચે અમદાવાદ માટે કોરોનાનાં મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, હજુ પણ અમદાવાદમાં કોરોના સામેની હર્ડ ઇમ્યુનિટી વિકસી નથી. જી હા, અમદાવાદમાં કોરોના અંગે હર્ડ ઇમ્યુનિટી મામલે AMCના નવા સર્વેમાં જે ટકાવારી જોવામાં આવે છે તે મેડીકલી કહી શકાય કે હર્ડ ઇમ્યુનિટી વિકસી મામલે નીરાશા જનક છે. જી હા, અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી ટકાવારી 23.34% જ જોવા મળી છે. 
10000 લોકોનો સર્વે હાથ ધરવામા આવ્યો હતો. અગાઉના સર્વે માં આ ટકાવારી 17.61 % હતી. જો કે, આપને એ પણ જણાવી દઇએ કે, દોઢ મહિનામાં ફક્ત 5.5% નો વધારો થયો. 

અમદાવાદમાં કરવામાં આવેલા કોરોના સંદર્ભે સર્વેમાં એન્ટીબોડી ડેવલોપમેન્ટ મામલે પણ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. જે લોકોને કોરોના થયો હતો અને સાજા થયા છે તે લોકોનાં સેમ્પલ અભ્યાસમાં સામે આવી રહ્યું છે કે, 40 ટકા લોકોમાંથી એન્ટીબોડી લુપ્ત થયાનું જણાયુ છે. આવા લોકોને ભવિષ્યમાં કોરોનાનો ખતરો થઈ પણ શકે છે.

માટે જ અમદાવાદ અને અમદાવાદીઓ કોરોનાથી ડરવાનું જરુર નથી પણ બિનદાસ્ત રહેવુ પણ તમારા વ્યાસ્થ્ય માટે સારુ નથી….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews