ચિંતાજનક/ વડોદરામાં આઠ વર્ષની દીકરી પોતાનું જ યુરીન કરી રહી હતી રંગીન | કારણ જાણી તમારા બાળકનાં વર્તન વિશે જરૂર વિચારશો

વડોદરાનાં એસેસજી હોસ્પિટલના માનસિક રોગોની સારવાર વિભાગમાં એક પરિવાર પોતાની ૮ વર્ષની દીકરીની સારવાર માટે પહોંચ્યા હતા અને પછી તેમણે પોતાની દીકરીને થતી તકલીફનું વર્ણન કર્યુ ત્યારે ડોક્ટર પણ વિચારતા થઇ ગયા હતા.

Top Stories Gujarat Vadodara
મેલીંગરીંગ ડીસઓર્ડર

બાળક થોડું જૂદું  વર્તન કરે તો આજકાલ માતા પિતા તેને સ્પેશિયલ કિડ્સ કહે છે પરંતુ તે બાબત ચિંતાનો વિષય સાબિત થઈ શકે છે. આથી બાળકોની મનોસ્થિતી સમજાવી અત્યંત જરૂરી છે. બાળકોની મનોસ્થિતીને સમજવામાં મદદરૂપ થઈ શકે તેવો કિસ્સો સામે વડોદરામાં સામે આવ્યો છે.  શા માટે આઠ વર્ષની બાળકી એ પોતાના માતા પિતાનો પ્રેમ મેળવવા માટે કોઈ હદ પાર કરવી પડી હતી તેવો સવાલ તમને થાય તો તમારે આ સ્ટોરી વાંચવી જ જોઈએ. મેલીંગરીંગ ડીસઓર્ડર..

સમાજમાં અલગ અલગ પ્રકારના કિસ્સા અને ઘટનાઓ બનતી હોય છે ત્યારે વડોદરાનાં એસેસજી હોસ્પિટલના માનસિક રોગોની સારવાર વિભાગમાં એક પરિવાર પોતાની ૮ વર્ષની દીકરીની સારવાર માટે પહોંચ્યા હતા અને પછી તેમણે પોતાની દીકરીને થતી તકલીફનું વર્ણન કર્યુ ત્યારે ડોક્ટર પણ વિચારતા થઇ ગયા હતા.

વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના એક પરિવારે ડોક્ટર ચિરાગ બારોટને એવી વાત કરી જે ડોક્ટરની ૨૦ વર્ષની પ્રેક્ટિસનો પ્રથમ કેસ હતો. પરિવારે કહ્યુ કે તેમની દીકરીને  અલગ અલગ રંગ સાથે પેશાબ થાય છે અને તે માટે તેમણે અત્યાર સુધીમાં દીકરીની સારવાર માટેના પ્રયત્નોમાં અલગ અલગ ચાર જેટલા ખાનગી ડોક્ટરનો સંપર્ક કર્યો છે પરંતુ કોઈ જ પરિણામ મળ્યું નથી. ત્યારે વડોદરાનાં એસએસજી હોસ્પિટલના માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટરે  આ દીકરીના જરૂરી એવા રિપોર્ટ્સ પણ કરાવ્યા હતા, આ દીકરીની તકલીફને લઈને તેમણે તેના યુરીન બ્લડ ઉપરાંત જરૂરી એવા દરેક રિપોર્ટ કરાવ્યા હતા જે દરેક રિપોર્ટ નોર્મલ આવ્યા હતા ત્યારે રંગીન પેશાબ થવા પાછળનું શું કારણ છે તે કોઈ રીતે સામે નહીં આવતા 8 વર્ષની દીકરીના માતા પિતા ચિંતામાં સરી ગયા હતા.

મેલીંગરીંગ ડીસઓર્ડર

આ સમગ્ર મામલે માનસિક રોગોના નિષ્ણાંત ડોક્ટરે આ દીકરી સાથે વાત કરી હતી અને આ દીકરીની પડી રહેલી તકલીફને લઈને તેમને અને તેમની ટીમ દ્વારા આઠ વર્ષની બાળકી સાથે સંવાદ કરવાનું શરૂ કર્યું હતું. દીકરીને દાખલ કરાયાની ત્રીજા દીવસે પછી અલગ અલગ સમયે દીકરી સાથ સંવાદ કરવાનો પ્રયત્ન કરાતો અને તે દરમિયાન જ રેસિડેન્ટ ડોક્ટરનાં ધ્યાનમાં આવ્યું કે આ દીકરી પાસે તેની સ્કૂલ બેગ છે અને તેની બેગમાં જ તેમને વોટર કલર મળી આવ્યો હતો. ત્યારે અચાનક તેની બેગમાંથી મળેલા વોટર કલર ને જોતા જ દીકરી પણ પોતાની પથારી પરથી ઉભી થઇ અને તરત જ બેગ પાસે દોડી ગઈ હતી. જ્યાં તેણે આ સમગ્ર મામલામાં તે પોતે જાતે જ યુરિનમાં એટલે કે પોતાના લઘુશંકા દરમિયાન આવતા પેશાબમાં રંગ ઉમેરતી હોવાનું સ્વીકાર્યું હતું.

ત્યારે ડોક્ટરે આ સમગ્ર બાબતમાં તેણી આવું શા માટે કરતી હતી તે જાણવાનો પ્રયત્ન કર્યો જ્યાં તેને જણાવ્યું હતું કે તેની નાની બહેન જે પોતે શેરીબલ પારસી નામની બીમારીથી પીડાતી હતી અને તેથી તેને મા બાપ નાની બહેન તરફ વધારે ધ્યાન રાખતા હતા. જેથી પોતાના તરફ ધ્યાન વધારે મળે તે હેતુ હતો. ડોક્ટરે કહ્યું હતું કે આ મેલીંગરીંગ ડીસઓર્ડર(Malingering disorder)ના લક્ષણો છે.

એસએસજી હોસ્પિટલનાં ડોક્ટરનું કહેવું છે કે, આ તેમના જીવનના 20 વર્ષમાં આવો કિસ્સો મેં પ્રથમ વખત જોયો છે ત્યારે આ દીકરીના બેગ નો વોટર કલર ત્રીજા દિવસે અમારા ધ્યાને આવ્યો હતો ત્યારે આ પ્રકારની સારવારમાં દીકરી અને એટલે કે દર્દી અને ડોક્ટર વચ્ચે એક ખાસ સંબંધ પણ ડેવલપ થવો જરૂરી છે ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના મેલિંગરિંગ  ડીસઓર્ડરનાં દર્દીઓ કેદીમાં, આર્મીમાં,અને જવાબદારી વાળી નોકરી કરતા લોકોમાં પણ જોવા મળે છે. આ સમગ્ર વિષયમાં કયા કારણથી આ બાબત બને છે તેનું નિદાન થવું ખૂબ જરૂરી હતું. ત્યારે ડોક્ટરે પણ કહ્યું હતું કે આવી સારવારમાં ખર્ચ કે વધારે પડતા નિદાન માટેના મોટા ખર્ચા વગેરે જરૂર નથી હોતા પરંતુ દર્દી સાથે મનમેળ થવો ખૂબ આવશ્યક હોય છે ત્યારબાદ જ સારવારમાં સરળતા રહે છે જોકે આ દીકરીના કેસમાં પ્લેસેબો થેરાપી જેવી સામાન્ય સારવાર કરવાની હોય છે જેમાં વિટામિન ની જરૂરી દવાઓ આપવાની રહેતી હોય છે ત્યારે સાથે સાથે દીકરીના માતા પિતાને પણ જરુરી માર્ગદર્શન આપ્યુ હતુ.

મેલીંગરીંગ ડીસઓર્ડર

મહત્વનું છે કે આ પ્રકારનાં કિસ્સામાં સામાન્ય રીતે મા-બાપની પણ કોઈ ભૂલ નથી હોતી. ખાસ કરીને આ કિસ્સામાં તો એક પરિવારમાં બે દીકરીઓ છે ત્યારે મા-બાપ બંનેને ચોક્કસથી સરખો જ પ્રેમ આપતા હોય છે પરંતુ એક દીકરીને જન્મથી જ સેરેબલ પારસી નામની બીમારી હોવાના કારણે તે પોતે અશક્ત હોવાથી તેની તરફ વધુ ધ્યાન રાખવું જરૂરી બનતું હોય છે.

માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટર ચિરાગ બારોટ એ કહ્યું હતું કે આ પ્રકારની ઘટના કોઈ પણ પરિવારમાં બની શકે છે ત્યારે નાણાકીય પરિસ્થિતિ સારી હોય કે ખરાબ દર્દી અભ્યાસ હોય છે અશિક્ષિત તેવા વિષયો અહીંયા અસર નથી કરતા માત્ર દર્દીની જીવનશૈલી પરિસ્થિતિ અને તેની સાથેના લોકોનું  વર્તન મુખ્ય બાબત હોય છે.

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આ પરિવારમાં પરિવારના મોભી એટલે કે દીકરીના પિતા એક સામાન્ય ખાનગી કંપનીમાં લેબર જોબ કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમણે પણ પોતાની દીકરીની મનોસ્થિતિના વિષયને લઈને તેની સારવાર કરાવી ઠીક સમજી છે જે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ છે સાથે સમાજમાં એવા લોકો જે માનસિક તકલીફ અથવા તો રોગની સારવારને અયોગ્ય સમજી આવી બાબતોથી દૂર રહે છે તેમના માટે સમજવા જેવો કિસ્સો છે.

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?