ગુજરાત/ શું ડ્રગ્સ માફીયાઓ માટે ગુજરાત સોફ્ટ ટાર્ગેટ ?આ વર્ષે એનસીબીએ 598 કિલો ડ્રગ્સ ઝડપ્યું….

ગુજરાત રાજ્યમાં આમ તો ડ્રાય સ્ટેટ આવે છે.પરંતુ એવો કોઈ નશો નથી કે જે ગુજરાત ન મળતો હોય. ગુજરાતના અલગ અલગ બંદરો પરથી ડ્રગ્સ ઝડપાઈ જતું હોય છે.

Gujarat
Untitled 31 3 શું ડ્રગ્સ માફીયાઓ માટે ગુજરાત સોફ્ટ ટાર્ગેટ ?આ વર્ષે એનસીબીએ 598 કિલો ડ્રગ્સ ઝડપ્યું....

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા વર્ષ 2020 અને 2021માં મહત્વના કેસો કરવામાં આવ્યા અને ડ્રગ્સને નાબૂદ કરવા માટે NCBએ કટિબદ્ધતા દાખવી છે.કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય ડ્રગ્સની હેરાફેરી કરવા માટે.ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓ માટે સિલ્ક રોડ બની ગયો છે.ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ ક્યારેય નહોતું પરંતુ તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા સંખ્યાબંધ કેસો કરવામાં આવ્યા છે.જેમાં એમડી ડ્રગ્સની સિન્ડિકેટની કમર તોડી નાખવામાં આવી છે. વર્ષ ૨૦૨૧ દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કેસો કરવામાં આવ્યા છે.

આ  પણ વાંચો:મોટા સમાચાર / પંજાબનાં ફિરોઝપુરથી BSF ને મળી પાકિસ્તાની બોટ

ગુજરાતમાં ચરસ, ગાંજો, અને એમ.ડી ડ્રગઝનો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લાં થોડાક સમયથી ગુજરાતમાં હેરરોઇનનો જથ્થાની હેરાફેરી પણ ગુજરાતમાં જોવા મળી રહી છે.. અને નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરાદો પાર પાડવા માટે થઈને ગુજરાતના દરિયાઈ માર્ગે આ સફેદ ઝેર દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડી રહ્યો છે.પરંતુ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક રહેતી હોય છે.. જેથી કરીને દરિયાઈ સિમમાંથી આવતું ડ્રગઝ અને આરોપીઓને દબોચી લેવામાં આવતા હોય છે.

આ  પણ વાંચો:સાવધાન! / WHO એ આપી ચેતવણી – નવા વેરિઅન્ટને હળવાશમાં લેવાની ન કરો ભૂલ

ગુજરાત રાજ્યમાં આમ તો ડ્રાય સ્ટેટ આવે છે.પરંતુ એવો કોઈ નશો નથી કે જે ગુજરાત ન મળતો હોય. ગુજરાતના અલગ અલગ બંદરો પરથી ડ્રગ્સ ઝડપાઈ જતું હોય છે. મહત્વનું છે કે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ આવા કેટલાક જિલ્લાઓ છે.ત્યાંથી ડ્રગ્સ મળી આવતું હોય છે. તો બીજી તરફ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કુરિયર મારફતે ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી વિશેષ કામગીરી કરવામાં આવી હતી.