Not Set/ આંધ્રપ્રદેશમાં કોર્ટની અવમાનના કેસમાં 5 IAS અધિકારીઓને જેલની સજા

જે બાદ કોર્ટે અવમાનનો  કેસ દાખલ કર્યો અને તે સુનાવણી કરતા હાઇકોર્ટે 5 IAS અધિકારીઓને જેલની સજા સંભળાવવામાં આવી હતી

Top Stories
aandhra pardesh આંધ્રપ્રદેશમાં કોર્ટની અવમાનના કેસમાં 5 IAS અધિકારીઓને જેલની સજા

નેલ્લોર જિલ્લાના વેંકટાચલમ મંડળના કનુપુર ગામમાં રહેતી મહિલાના કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. આંધ્ર સરકારે નેલ્લોર જિલ્લાના તલ્લાપાકા ગામની રહેવાસી સાંઇ બ્રહ્મા નામની મહિલા પાસેથી 2015 માં જમીન સંપાદન કરી હતી અને મહિલાને બદલામાં વળતર મળ્યું ન હતું. હાઈકોર્ટે તેના પ્રથમ આદેશમાં ત્રણ મહિનામાં નાણાં ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

ત્રણ મહિનાને બદલે 6 વર્ષ પછી પણ મહિલાને તેનું વળતર મળ્યું નથી, જે બાદ કોર્ટે અવમાનનો  કેસ દાખલ કર્યો અને તે સુનાવણી કરતા હાઇકોર્ટે 5 IAS અધિકારીઓને સજા ફટકારી છે. 5 અધિકારીઓમાંથી 2 ને 4 અઠવાડિયા અને 3 અધિકારી ને 2 અઠવાડિયાની જેલની સજા ફટકારવામાં આવી છે.

વરિષ્ઠ IAS અધિકારી, તત્કાલીન મહેસૂલ અગ્ર સચિવ, ચાર અઠવાડિયાની જેલની સજા અને ₹ 1,000 નો દંડ, નાણાંના મુખ્ય સચિવ એસ.એસ. રાવતને એક મહિનાની જેલની સજા અને ₹ 2,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે દંડ ન ભરે તો વધુ એક સપ્તાહ સુધી જેલની સજા લંબાવવામાં આવશે.

નેલ્લોર જિલ્લા કલેકટર રેવુ મુતિયાલા રાજુને રૂ. 1,000 ના દંડ સાથે બે સપ્તાહની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે કેએનવી ચક્રધર અને એમવી શેષાગીરી બાબુ, જેઓ અગાઉ નેલ્લોર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેમને પ્રત્યેક 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લાદવામાં આવી છે.

જસ્ટિસ બટુ દેવાનંદે જોયું કે અધિકારીઓની બેદરકારી અને લાપરવાહીના કારણે વૃદ્ધ મહિલાને ઘણું સહન કરવું પડ્યું. કોર્ટના તિરસ્કાર માટે આ યોગ્ય કેસ છે તે જોતાં તેમણે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી બિનશરતી માફીને ફગાવી દીધી હતી. કોર્ટે રાજ્ય સરકારને અરજદારને ખર્ચ તરીકે એક લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ આપ્યો છે. જો કે, જસ્ટિસ દેવાનંદે સત્તાવાળાઓની વિનંતીને પગલે સજાની કામગીરીને ચાર અઠવાડિયા માટે સ્થગિત કરી દીધી હતી.