Not Set/ રાજ્યમાં ટેકાના ભાવે જ કપાસ અને મગફળીની ખરીદી થઇ રહી છે : નીતિન પટેલ

ગાંધીનગર, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  ગુજરાતની ભાજપ સરકારની કૃષિલક્ષી અને ખેડૂતોના વિકાસ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપતી પત્રિકાનું વિમોચન કર્યું હતું. નીતિન પટેલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમ્યાન ખેડૂતો સાથે સતત અન્યાય કરવામાં આવ્યો છે અને ૧૯૯૫માં ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યા પછી ખેડૂતોની સ્થિતિ સુધરી છે. નીતિન પટેલે  દાવો કર્યો હતો […]

Top Stories
NitinPatel2 રાજ્યમાં ટેકાના ભાવે જ કપાસ અને મગફળીની ખરીદી થઇ રહી છે : નીતિન પટેલ

ગાંધીનગર,

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે  ગુજરાતની ભાજપ સરકારની કૃષિલક્ષી અને ખેડૂતોના વિકાસ માટેની વિવિધ યોજનાઓની માહિતી આપતી પત્રિકાનું વિમોચન કર્યું હતું. નીતિન પટેલે દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમ્યાન ખેડૂતો સાથે સતત અન્યાય કરવામાં આવ્યો છે અને ૧૯૯૫માં ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યા પછી ખેડૂતોની સ્થિતિ સુધરી છે.

નીતિન પટેલે  દાવો કર્યો હતો કે રાજ્યમાં ટેકાના ભાવે કપાસ અને મગફળીની ખરીદી કરવામાં આવી છે અને ખેડૂતોને અન્યાયના મુદ્દે કોંગ્રેસના નેતાઓ ગુજરાતવાસીઓને ગેરમાર્ગે દોરે છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલી કર ઘટાડાની જાહેરાતને આવકારી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉથીજ સંકેત આપ્યો હતો કે જીએસટીમાં વિસંગતા રહેશે અને અનુભવથી સુધારો થશે.

રાહુલ ગાંધીની મંદિરોની મુલાકાત તથા આવતીકાલથી શરૂ થનારા ત્રણ દિવસના ઉત્તર ગુજરાત રોડ શો  અંગે નીતિન પટેલે કહ્યું હતું કે કોંગ્રેસ હિંદુત્વના નામે દંભ કરે છે. હવે ચૂંટણી આવી છે ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસને હિંદુઓ યાદ આવ્યા છે.