આતંકવાદીઓની સુરક્ષા કરનાર પાકિસ્તાની દુનિયાના સામે શાંતિનો રાગ અલાપ રહ્યો છે. ભારતના સતત કડક વલણથી બચવા માટે પાકિસ્તાન સતત કેટલાય દાવા કરી રહ્યું છે,પરંતુ તેના દરેક ડાવા ખોટા સાબિત થઇ રહ્યા છે. માત્ર પાકિસ્તાનની સરકાર જ નહીં પરંતુ તેની સેના અને મીડિયા પણ જૂઠાણાં રજૂ કરી રહ્યા છે અને તેની ઈજ્જત બચવાના પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં, પાકિસ્તાનના અનેક જૂઠાણાં સામે આવ્યા છે જેને હિંદુસ્તાન સામે લાવ્યા છે.
પહેલું જુઠાણું- બે નહીં એક જવાન
સૌપ્રથમ પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરએ એવો દાવો કર્યો હતો કે તેણે ભારતના બે પાયલોટને પકડાયા છે. પરંતુ જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારો એક જ પાયલોટ ગુમ થયેલ છે, તો ટૂંક જ સમયમાં પાકિસ્તાન તેની વાતથી ફરી ગયું. પાકિસ્તાની સેનાએ તસ્વીર શેર કરી સ્પષ્ટ કર્યું કે તેમની પાસે ભારતનો ફક્ત એક જ પાયલોટ છે.
બીજું જુઠાણું- બે નહીં એક વિમાન
પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેની સીમામાં બે ભારતીય વિમાન આવ્યા હતા. જેને તેણે તોડી પાડ્યા છે. પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું કે માત્ર એક મિગ ભાંગી પડ્યુ છે. આજે, ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે તેઓએ પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યું છે. એટલે કે, જે વિમાન ગઈકાલે પાકિસ્તાની જે વિમાનના કાટમાળને બતાવી રહ્યું હતું તે તેમનું જ હતું.
ત્રીજું જુઠાણું- અમે એફ 16 નો ઉપયોગ નથી કર્યો
પાકિસ્તાને ગઈકાલે કહ્યું હતું કે તેઓએ એફ 16 વિમાનોનો ઉપયોગ કર્યો નથી. પરંતુ આજે તેની તસ્વીર સામે આવી છે, જેના કાટમાળ પાકિસ્તાનની સેના જ ઉઠાવતા જોઈ શકાય છે. આ તે જ વિમાન છે જે ભારતની સરહદમાં ઘુસી રહ્યું હતું. પરંતુ વાયુસેનાએ તેને કાઢી મુક્યું હતું.
ચોથું જુઠાણું- ભારતમાં બતાવી તેમની તાકાત
પાકિસ્તાન ગઇકાલથી ગીત ગાઈ રહ્યું છે કે તેના વિમાન ભારતની સીમામાં ઘૂસીને બોમ્બ ફેંકીને આવ્યા છે, પરંતુ સત્ય એ છે કે પાકિસ્તાની વિમાન ભારતમાં આવી જરૂર હતું પરંતુ તેને અમારી વાયુસેનાએ ભગાડી મુક્યું હતું.
પાંચમું જુઠાણું- પાયલોટ સાથે કર્યું સારું વર્તન
પાકિસ્તાનનું કહેવું છે કે તેની કસ્ટડીમાં રહેલ વિંગ કમાન્ડર અભિનંદન સાથે સારૂ વર્તન કરી રહ્યા છે અને ચા પણ પીવડાવી રહ્યા છે. જયારે પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા પર કેટલીક એવી તસ્વીરો અને વીડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેમના સાથે દુર્વ્યવહાર થયો છે.
