Not Set/ મોદી સરકારના મંત્રી આ શું બોલ્યા, હિંસા થાય ત્યારે સરકાર ગભરાઈ જતી હોય છે

વડોદરા, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ વડોદરામાં ભાજપ અને દલિત કાર્યકરો વચ્ચે થયેલી બબાલ અને કઠુઆમાં થયેલા રેપ કેસ પર પોતાની પ્રતીક્રીયા આપતાં કહ્યું હતું કે. કોઈ પણ પ્રકારનો હિંસા થાય તો આમ નાગરીકો અને સરકાર ગભરાઈ જાય છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કઠુઆમાં થયેલા રેપ કેસ પર નિવેદન આપતા જણાવ્યું કે, જ્યારથી અમારી સરકાર બની છે […]

Top Stories

વડોદરા,

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ વડોદરામાં ભાજપ અને દલિત કાર્યકરો વચ્ચે થયેલી બબાલ અને કઠુઆમાં થયેલા રેપ કેસ પર પોતાની પ્રતીક્રીયા આપતાં કહ્યું હતું કે. કોઈ પણ પ્રકારનો હિંસા થાય તો આમ નાગરીકો અને સરકાર ગભરાઈ જાય છે. કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી કઠુઆમાં થયેલા રેપ કેસ પર નિવેદન આપતા જણાવ્યું કે, જ્યારથી અમારી સરકાર બની છે ત્યારથી અમે કોશિશ કરી છે બાળકો અને મહિલાઓને બચાવવાની. સરકાર પોક્સો એક્ટમાં સુધારો કરવા માટે કેબિનેટમાં પ્રસ્તાવ લાવશે. આ સુધારા પ્રમાણે, 12 વર્ષથી ઓછા ઉંમરની બાળા પર રેપ કરવા પર મોતની સજાની જોગવાઈ રાખવામાં આવશે. અત્યાર સુધી પોસ્કો એક્ટના સેક્શન 3, 4 અને 6 પ્રમાણે રેપ પર આજીવન સજાની જોગવાઈ છે.

મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં ૮ વર્ષની બાળકી સાથે ૧૭ જાન્યુઆરીના રોજ નરાધમોએ ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ આ માસુમ છોકરીની હત્યા પણ કરી હતી. આ ધટનામાં જમ્મુ-કાશ્મીરના જ બે પોલીસ અધિકારીઓ પણ શામેલ હતા.

આઠ વર્ષની બાળાનો 10 જાન્યુઆરીએ તેના ગામની પાસેથી અપહરણ કરવામાં આવ્યું હતું, તેને નશામાં રાખવામાં આવી હતી અને કેટલા દિવસો સુધી તેની સાથે કેટલાય લોકોએ ગેંગરેપ કર્યો હતો. જેમાં એક પોલીસ અધિકારી અને એક કિશોર પણ શામેલ હતા, અંતે તે બાળાને મારી નાખવામાં આવી. ચાર્જશીટ પ્રમાણે, તેનનું માથું પથ્થરથી કચડવાના થોડા સમય પહેલા પોલીસ અધિકારીઓમાંના એક અધિકારીએ હત્યાને થોડા સમય માટે રોકવા જણાવ્યું, જેથી ફરી એક વાર તે બાળા સાથે રેપ કરી શકે.

જો કે ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ વર્તમાન બીજેપી-PDP સરકાર દ્વારા આ આરોપીઓને બચાવવા માટે એક સમર્થન રેલી કાઢી હતી તેમજ બચાવવા માટેના તમામ પ્રયાસો પણ કર્યા હતા.