Not Set/ પોલ્યુશનના કારણે 3.5 કરોડને શ્વાસની સમસ્યા,આ રિપોર્ટ વાંચી તમે ચોંકી ઉઠશો

નવી દિલ્હી, હવા પ્રદુષણમાં વધારો થતા ભારતમાં ઝેરીલી ગેસને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પોલ્યુશન અંગેના આ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ત્યારે જાણવા મળ્યું કે, એક દિવસમાં લગભગ ૩.૫ કરોડ લોકોએ બિમારીની સારવાર માટે ડોક્ટર પાસે જાય છે. તુલનાત્મક આધાર પર નજર કરીએ તો આ સંખ્યા કેનેડાની આખી વસ્તી જેટલી છે […]

Top Stories

નવી દિલ્હી,

હવા પ્રદુષણમાં વધારો થતા ભારતમાં ઝેરીલી ગેસને કારણે અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પોલ્યુશન અંગેના આ અભ્યાસનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ત્યારે જાણવા મળ્યું કે, એક દિવસમાં લગભગ ૩.૫ કરોડ લોકોએ બિમારીની સારવાર માટે ડોક્ટર પાસે જાય છે. તુલનાત્મક આધાર પર નજર કરીએ તો આ સંખ્યા કેનેડાની આખી વસ્તી જેટલી છે અથવા તો ભારતના મોટા ચાર મેટ્રો સીટી નવી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને ચેન્નાઇને મળીને કુલ આંકડા છે.

પુણેના એક રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ સંદીપ સાલવીએ કહ્યું હતું કે, ભારતમાં બીમાર લોકોની આ સંખ્યા ચોકાવનારી છે. સંશોધનકર્તાઓનાં જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૫માં દુનિયાની ૭.૫ અબજ વસ્તીમાંથી ૧.૨ અબજ લોકો ભારતમાં વસે છે. વિશ્વભરમાં થનારી તમામ મોતમાંથી લગભગ ૧૮ ટકા મોત ડીસેબીલીટીને કારણે થાય છે. આ આંકડાઓએ ભારતને એક એવો દેશ બનાવી દીધો છે કે જેના કારણે વિશ્વ પર બિમારીઓનો બોજ સૌથી વધુ છે.

ભારતમાં મોત અને અસ્વસ્થતાના પ્રમુખ કારણોમાં બિન શંકાસ્પદના સ્થાને શંકાસ્પદ રોગોએ સ્થાન લીધુ છે. નવા અભ્યાસમાં એવુ ફલીત થાય છે કે ૫૦ ટકાથી વધુ ભાગનુ ભારત શ્વાસ અને ફેફસા સાથે સબંધીત બીમારીઓ ભોગવી રહ્યું છે. જો કે, ભારતમાં અંદર અને બહારના વાયુ પ્રદુષણના ખતરનાક સ્તરને જોવામાં આવે તો આ ખરું સાબિત થઇ શકે છે.

હાલમાં પર્યાવરણ, વન અમે જલવાયુ પરિવર્તના રાજ્યમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, પર્યાવરણમાં થનારા વાયુ પ્રદુષણને કારણે બાળકોમાં શ્વાસ સંબંધી બીમારીઓનુ પ્રમાણ વધી રહ્યું છે. દમ, ફેફસાની અનેક પ્રકારની બિમારીઓ, બ્રોન્કોટીક જેવી બીમારીઓ છે જે પ્રદુષણને કારણે વધી રહી છે. વાયુ પ્રદુષણને કારણે શ્વસન સંબંધી અને દમ સંબંધી બિમારીઓને વધારવામાં પ્રમુખ કારણો એક છે.