Gandhinagar News/ GMCમાં હાઈવોલ્ટેજ ડ્રામા! કોંગ્રેસે ઉડાડી નકલી નોટો, મેયરની ગાડી પર માર્યા ‘ભ્રષ્ટાચાર’ના સ્ટીકર

ગાંધીનગર મનપામાં લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી ન થતા કોંગ્રેસે હંગામો કર્યો. GMC કેમ્પસમાં પડેલ મેયરની ગાડી પર ભ્રષ્ટાચારના સ્ટીકર માર્યા અને નકલી નોટો ઉડાડી વિરોધ કર્યો.

Gandhinagar Top Stories Gujarat
Gandhinagar GMC Congress Protest

Gandhinagar GMC Congress Protest: ગુજરાતના પાટનગરમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એક અઠવાડિયા પહેલા GMC ના અધિકારી લાંચ લેતા ઝડપાયા હોવા છતાં તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થતા કોંગ્રેસે આજે કમિશનરની ઓફિસનો ઘેરાવો કર્યો હતો.

GMCમાં નકલી નોટો ઉડાડી અનોખો વિરોધ

વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ગાંધીનગર મહાનગરપાલિકા કેમ્પસમાં નકલી નોટો ઉડાડીને શાસક પક્ષ અને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોનો આક્ષેપ છે કે તંત્રમાં ભ્રષ્ટાચાર ઘર કરી ગયો છે અને લાંચિયા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે.

મેયર અને નેતાઓની ગાડીઓ પર સ્ટીકર વોર

વિરોધનું સ્વરૂપ ત્યારે વધુ આક્રમક બન્યું જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ પાર્કિંગમાં પડેલી મેયરની સત્તાવાર ગાડી તેમજ શાસક પક્ષના અન્ય નેતાઓની ગાડીઓ પર ‘ભ્રષ્ટાચાર’ લખેલા સ્ટીકર મારી દીધા હતા.

શું હતો સમગ્ર વિવાદ?

ઉલ્લેખનીય છે કે, અઠવાડિયા પહેલા જ GMC ના એક ઉચ્ચ અધિકારી લાંચ લેતા એસીબી (ACB) ના હાથે ઝડપાયા હતા. પરંતુ એક સપ્તાહ વીતી જવા છતાં કોઈ પગલાં ન લેવાતા આજે કોંગ્રેસે ગાંધીનગર મનપા ગજવી મૂકી હતી.


આ પણ વાંચો: ગાંધીનગરમાં 20 લાખની ઉઘરાણીમાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, એક યુવક ઘાયલ

આ પણ વાંચો: ગાંધીનગરમાં સતત બીજા દિવસે પણ પેટ્રોલ પમ્પ પર લાઇનો

આ પણ વાંચો: ગાંધીનગર કર્મયોગી ભવનમાં બોમ્બની ધમકી, કર્મયોગી ભવન ખાલી કરાવાયું