Borsad News/ બોરસદમાં કરોડોનું વીજ બીલ બાકી રહેતાં શહેર અંધારામાં ડૂબ્યું, સ્ટ્રીટ લાઇટના કનેક્શન કપાયા

3 કરોડ 50 લાખનું વીજ બીલ ભરવાનું બાકી, વારંવાર નોટિસ આપવા છતાં બીલ ભરવામા આવ્યું ન હતું, વીજ બીલ નહી ભરતા સ્ટ્રીટ લાઇટના કનેક્શન કપાયા

Gujarat Top Stories Others Breaking News

આણંદના બોરસદ પાલિકાનું વીજ બીલ બાકી રહેતાં શહેરના 5 વિસ્તાર અંધારામાં ડૂબ્યા છે. જનતા બજાર, ધરતી નગર, રાજા મહોલ્લા, ટાઉન હોલ અને જૈન દેરાસર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ છે.

પાલિકાનું 3 કરોડ 50 લાખ રૂપિયાનું વીજ બીલ બાકી હોવાથી વીજ કંપનીએ ફરજિયાત કનેક્શન કાપ્યું છે. પાલિકાને વારંવાર નોટિસ આપવા છતાં બીલ ભરવામાં આવ્યું ન હતું. હાલ પાલિકામાં પ્રાંત અધિકારી વહિવટદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

આ ઘટનાને પગલે શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, પાલિકાના કારણે શહેરના લોકોને મુશ્કેલી પડી રહી છે. પાલિકાએ તાત્કાલિક પગલાં લઈને વીજ બીલ ભરવું જોઈએ અને શહેરને અંધારામાંથી બહાર કાઢવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમેરિકામાં રહેતા મૂળ બોરસદના રહેવાસીએ ગુજરાતમાં શૈક્ષણિક સંકુલ માટે કર્યું 100 કરોડ રૂપિયાનું દાન

આ પણ વાંચો: આણંદમાં બોરસદની ઈશ્વર કૃપા શાળાની શિક્ષિકાને સજા

આ પણ વાંચો: આણંદના બોરસદની ખાનગી શાળાનો વિડીયો વાયરલ