Banaskantha News : ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા **Kinjal Rabari**ના પ્રેમલગ્ન વિવાદનો આખરે અંત આવ્યો છે. રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલી ચર્ચા અને બેઠક બાદ કિંજલ રબારી(Kinjal Rabari)ની ઘરવાપસી થતાં રબારી સમાજે તેને પોતાની એકતા અને તાકાતની જીત ગણાવી છે.
આ ઘટનાની વચ્ચે હવે બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામમાં રહેતા ચૌધરી સમાજના એક દંપતીએ પણ પોતાની દીકરીને પરત લાવવા માટે રબારી સમાજને અપીલ કરી છે. માતા-પિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
કિંજલ રબારી(Kinjal Rabari)ને સન્માનપૂર્વક પરત કરી છે
પરિવારનો આક્ષેપ છે કે ચૌધરી સમાજના અશોકના પરિવારે કિંજલ રબારી(Kinjal Rabari)ને સન્માનપૂર્વક પરત કરી છે, તો રબારી સમાજે પણ તેમની દીકરીને સલામત રીતે પરત મોકલવી જોઈએ. પીડિત પરિવારે રબારી સમાજના આગેવાન **Thakarshi Rabari**ને આ મામલે મધ્યસ્થી કરવા અને તેમની દીકરીને હેમખેમ પરત લાવી આપવા કરુણ અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે **Kankrej Taluka**ના ઉણ ગામનો એક રબારી યુવક રૂની ગામની ચૌધરી પરિવારની દીકરીને ભગાડી ગયો હોવાનો આક્ષેપ છે. આ મામલે દીકરીના માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.
હવે જ્યારે કિંજલ રબારી(Kinjal Rabari)ના પ્રેમલગ્નનો વિવાદ શમ્યો છે, ત્યારે રૂની ગામના માતા-પિતાએ પણ રબારી સમાજને અપીલ કરી છે કે તેમની દીકરીને પણ સન્માનપૂર્વક પરત મોકલવામાં આવે.
