Gujarat News/ કિંજલ રબારીના લગ્ન વિવાદનો નવો વળાંક! સમાજના આગેવાનોની બેઠક બાદ ગાયિકા ઘરે પરત ફરી

લોકગાયિકા Kinjal Rabariના આંતરજ્ઞાતીય લગ્ન વિવાદનો અંત આવ્યો છે. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બાદ કિંજલ ઘરે પરત ફરી છે અને સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી છે.

Top Stories Gujarat Others
Kinjal Rabari Love Marriage Controversy

Kinjal Rabari Love Marriage Controversy:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સીનાડ ગામની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન અંગે ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામામાં મોટો વળાંક આવ્યો છે. ચૌધરી અને રબારી સમાજના આગેવાનો વચ્ચે મળેલી મહત્વની બેઠક બાદ કિંજલ રબારીએ પોતાના ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર જે લગ્નને લઈને વિવાદ સર્જાયો હતો, તે તમામ પોસ્ટ પણ કિંજલે ડિલીટ કરી દીધી છે.

શું હતો સમગ્ર વિવાદ?

ગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના અન્ય જ્ઞાતિના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રબારી સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો. કિંજલે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે, પરંતુ તેને અને તેના પતિને જીવનું જોખમ હોવાથી તેણે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી હતી. તેણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષને પણ સુરક્ષા માટે રજૂઆત કરી હતી.

સમાજના આગેવાનોની મધ્યસ્થી અને સમાધાન

આ મામલે બંને સમાજ વચ્ચે વિવાદ વધુ ન વકરે તે માટે બનાસકાંઠામાં રબારી અને ચૌધરી સમાજના વડીલો તથા આગેવાનોની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દીકરા-દીકરીને સમજાવીને ફરી ઘરે પરત લાવવા માટે ગંભીર મથામણ કરવામાં આવી હતી. આગેવાનોની સમજાવટ અને મધ્યસ્થી બાદ કિંજલ રબારીએ નમતું જોખ્યું હતું અને ગત રાત્રે તે પોતાના નિવાસે પરત ફરી હતી.

Kinjal Rabariએ લગ્નની તમામ તસવીરો હટાવી 

કિંજલ રબારી ઘરે પરત ફરી હોવાના સમાચાર મળતા જ તેના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આ સમાધાન બાદ કિંજલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી અશોક ચૌધરી સાથેના લગ્નની તમામ તસવીરો, વીડિયો અને પોસ્ટ હટાવી દીધી છે. જે સૂચવે છે કે સમાજ અને પરિવારના માન ખાતર કિંજલે આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે.

આમ, છેલ્લા કેટલાક દિવસોથી રાધનપુર અને ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ લગ્ન વિવાદમાં આખરે સામાજિક મર્યાદાઓ અને આગેવાનોની સમજાવટથી સમાધાન થઈ ગયું છે.


આ પણ વાંચો:સેશન્સ કોર્ટે કિંજલ દવેને ફટકાર્યો 1 લાખનો દંડ, આ છે કારણ

આ પણ વાંચો:વિધાનસભા હોળી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા, વિક્રમ ઠાકોરે નારાજગી કરી વ્યક્ત, ઠાકોર સમાજમાં રોષ

આ પણ વાંચો:વિક્રમ ઠાકોરની નારાજગી પર સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન આવ્યું સામે, સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી