bjpબેંગ્લુર
કર્ણાટકમાં ભાજપના નેતા યેદિયુરપ્પાનો વિધાનસભા ગૃહમાં આજે એસિડ ટેસ્ટ થઇ રહ્યો છે.સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે યેદિયુરપ્પાએ આજે ચાર વાગ્યા સુધીમાં વિધાનસભા ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરવાની છે ત્યારે આખા દેશની નજર કર્ણાટક પર છે.યેદિયુરપ્પાની સરકાર બનતી રોકવા માટે કોંગ્રેસ અને જેડીએસ પણ એડીચોટીનું જોર મારી રહી છે,ત્યારે સુપ્રિમ કોર્ટમાં પણ આ મામલે અગત્યની સુનવણી હાથ ધરાઇ હતી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, તમે જોયું કે વિધાનસભાની પૂરી કાર્યવાહી દરમિયાન બીજેપી વિધાયક અને સ્પીકરે રાષ્ટ્રગીત પહેલા વિધાનસભા ગૃહને છોડી દીધું હતું. આ રીતે દેખાય છે કે તમે દેશમાં કોઈ પણનું અપમાન કરી શકો છો. પ્રધાનમંત્રી મોદી અને અમિતશાહને લાગે છે કે કોઈ પણ સંવૈધાનિક સંસ્થાને ખતમ કરી શકાય છે. ભાજપે કર્ણાટકમાં જનતા અને જનાદેશનું અપમાન કર્યું છે. હું જનતા અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવું છું. મને આશા છે કે બીજેપી અને આરએસએસ આ હાર બાદ કોઈ બોધપાઠ લેશે.
4: 15 – યેદિયુરપ્પા રાજ્યપાલને રાજીનામું આપ્યું
4:05 – યેદિયુરપ્પાએ આપ્યું રાજીનામું, બીજેપીની સરકારને બહુમતી ન મળી
૩:45 – મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ વિધાનસભામાં ભાષણ આપવાનું શરુ કર્યું. ભાષણની શરુઆતમાં મોદીની કરી પ્રશંસા.
યેદિયુરપ્પાઃ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી
યેદિયુરપ્પાઃ અમિત શાહે મને સીએમ બનાવ્યો
યેદિયુરપ્પાઃ કર્ણાટકના ખેડૂતો રડી રહ્યાં છે.
યેદિયુરપ્પાઃ સિધ્ધારમૈયાએ કહ્યું હતું કે કુમારસ્વામી સીએમ નહી બની શકે
યેદિયુરપ્પાઃ અમને પ્રજાનો પ્રેમ મળ્યો છે
યુદિયુરપ્પાઃ મારી પાસે 104 ધારાસભ્યો છે….
યુદિયુરપ્પાઃ બંને પક્ષો એક બીજા સામે ચૂંટણી લડ્યાં
યેદિયુરપ્પાઃ બંને પક્ષો વચ્ચેનું ગઠબંધન તકવાદી
યેદિયુરપ્પાઃ લોકચુકાદાની વિરૂધ્ધમાં બંને પક્ષો એક થઇ ગયાં
યેદિયુરપ્પાઃ જેડીએસ-કોંગ્રેસની વિરૂધ્ધમાં લોકચુકાદો
3- 30 – થોડા જ સમયમાં શરુ થશે સીએમ યેદિયુરપ્પાની સ્પીસ
3:15 – યેદિયુરપ્પાએ અમિત શાહને કર્યો ફોન, હવે રાજ્યપાલને મળે તેવી શક્યતા
૩:10 – પ્રતાપ ગૌડા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા વિધાનસભા પ્રતાપ ગૌડાને લઈને કોંગ્રેસ અને ભાજપે પોતપોતાના દાવા રજુ કર્યા. હાલ તો સસ્પેન્સ છે કે પ્રતાપ કોને વોટ આપશે.
1: 50 – કોંગેસના બે ધારાસભ્ય આનંદસિંહ અને પ્રતાપ ગૌડા પાટીલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા નહોતા. આ બન્ને એ પોતાને રૂમમાં બંધ કરી લીધા હતાં.
1: 55 – આ બન્ને ધારાસભ્યોને શોધવા માટે ગોલ્ડન ફીંચ હોટલમાં પોલીસ પહોંચી હતી જો કે ધારાસભ્યો રૂમની બહાર નીકળ્યા નહોતા.
1:45 – બીજેપીના સંગઠનના હાલ ઓહાપો મચી ગયો છે, એક રીપોર્ટ પ્રમાણે બીજેપી પાસે બહુમત સાબિત કરવા માટે નંબર નથી.
1:36 – જો બીજેપી સરકારને બહુમત નહિ મળે તો રાજીનામું આપી દઈશ, યેદિયુરપ્પા એ 13 પેજનું ભાષણ પણ તૈયાર કર્યું છે.
12:20 કોંગ્રેસે પ્રેસકોન્ફરન્સ કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટે અમારી ઘણી માંગોને માની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે 116 વિધાયકો અમારી પાસે છે.
12:10- જેડીએસ ધારાસભ્ય એચડી કુમારસ્વામી અને એચડી રેવન્ના વિધાનસભામાં હાજર
JD(S) MLAs HD Kumaraswamy & HD Revanna inside Vidhana Soudha in #Bengaluru. pic.twitter.com/WBvD0PechF
— ANI (@ANI) May 19, 2018
12:05 – કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ બીજેપી પર મોટો આરોપ લગાવ્યો. મોઈલીએ કહ્યું કે અમારા વિધાયકોને બંધક બનાવ્યા.
12:00 – વિધાનસભામાં વિધાયકોની સંખ્યા હજુ 218 છે.
11:58 – સીએમ બીએસ યેદિયુરપ્પાએ વ્હિપ પર હસ્તાક્ષર કર્યા.
11: 58 – જેડીએસના બધા વિધાયક હાજર.
11:56 – કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને સીદ્ધારમૈયાએ એમએલએ તરીકે શપથ લીધા.
CM BS Yeddyurappa & Siddaramaiah take oath as MLAs at Vidhana Soudha. #Karnataka pic.twitter.com/WpqdEuT5OW
— ANI (@ANI) May 19, 2018
11:40 કોંગ્રેસ વિધાયક પ્રતાપ ગૌડા પાટીલ સદનમાં હાજર, પરંતુ આનંદ સિંહ હજુ સુધી ગેરહાજર,
કોંગ્રેસના 78 માંથી 77 વિધાયક સદનમાં હાજર
11.30 AM | કોંગ્રસના બે ધારાસભ્યો ગેરહાજર આનંદસિંહ અને પ્રતાપ પાટીલ
Two Congress MLAs Anand Singh & Pratap Gowda Patil have not yet come to the assembly for oath-taking. #FloorTest to be held at 4 pm today. #Karnataka pic.twitter.com/I5zInGgWAn
— ANI (@ANI) May 19, 2018
પ્રોટેમ સ્પીકર કે.જી બોપૈયાની નિયુકિતને પડકાર આપનારી કોંગ્રેસ- જેડીએસની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી.
કોંગ્રેસ અને જેડીએસએ વિધાનસભામાં પ્રો ટેમ સ્પીકર કેજી બોપ્પાયાની નિમણુંકને સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી,જો કે શનિવારે સવારે સુપ્રિમ કોર્ટે કોંગ્રેસ-જેડીએસની આ માંગને ફગાવી હતી અને નિર્દેશ કર્યો હતો કે કેજી બોપ્પયાની નિમણુંક ચાલુ રહેશે.
The SC heard the pleas of the Congress, all their pleas have been rejected. The desperate attempts of Congress to remove him from post has failed. I think they are scared & did not even want a floor test in the first place: Mukul Rohatgi #Karnataka pic.twitter.com/llWp9UOJhE
— ANI (@ANI) May 19, 2018
સુપ્રિમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યું ,એ પ્રોટેમ સ્પીકર તરીકે સદનના સૌથી વરિષ્ઠ સભ્યની જ નિમણુંક થવી જોઇએ.
11:35 ફ્લોર ટેસ્ટનું વિભન્ન ચેનલોમાં live ટેલિકાસ્ટ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે.જી બોપૈયા પ્રોટેમ સ્પીકર બની રહશે.
કપિલ સિબ્બલે કહ્યું પોતાના બે નિર્ણયોમાં સુપ્રીમ કોર્ટ પણ પ્રોટેમ સ્પીકર નિયુક્તિની પ્રક્રિયામાં સુધાર કરી ચુક્યા છે.
