સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019ની મતગણના ચાલી રહી છે. દેશભરમાં મતગણનાં થઇ રહી છે ત્યારે મોદી વિરૂધ તમામ વિરોધ પક્ષો પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા એક જુટ થઇને મેદાનમાં છે. જો જનાદેશનો ઝુકાવ જોવામાં આવેતો શરુઆતી વલણમાં NDA જીત તફર, UPA ની સ્થિતિ 2014 કરતા સારી, તો અન્ય પણ આપી રહ્યા છે કાંટે કી ટક્કર….
કોંગ્રેસનાં સોનિયા ગાંધી રાયબરેલીથી અને રાહુલ ગાંધી અમેઠીથી પાછળ ચાલી રહ્યા છે તો યુપીમાં અખિલેશ યાદવ- મુલાયમસિંહ યાદવ પાછળ ચાલી રહ્યા છે… કોંગ્રેસના બીજા ઉમેદવારની વાત કરવામાં આવે તે લગભગ દરેક દિગ્ગજનેતાઓ પાછળ ચાલી રહ્યા છે… તો ભાજપનાં તમામ દિગ્ગજો આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસમાં સોનિયા, રાહુલ, સિધ્યા, થરૂર, દિગ્ગવિજય સહિતનાં અનેક દિગ્ગજો પાછળ ચાલી રહ્યા છે…
| દેશના તમમા 36 રાજ્યોની 542 બેઠકો પર શરુઆતી વલોણોની સ્થતિ @ 0830 Hrs |
| તમામ 542 બેઠકો | ભાજપ + | કોંગ્રેસ + | અન્ય |
| 542/542 | 300 | 127 | 115 |
“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ત્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો પં.બંગળમાં ભાજપની 6 બેઠકો પર આગળ ચાલવાની વલણી શરૂઆતથી લોગી રહ્યું છે કે ભાજપ મમતાનો ગઢ તોડશે……..

