Anand News : આણંદમાં બોરસદની એક સ્કૂલની શિક્ષિકાને સજા ફટકારવામાં આવી છે. આણંદના બોરસદ સ્થિત ઈશ્વર કૃપા શાળાની આ ઘટના છે. જેમાં સ્કૂલની શિક્ષિકાએ પાંચમાં ધોરણમાં અભ્.સ કરતી એક વિદ્યાર્થીનીને માર માર્યો હતો. જેને પગલે શિક્ષિકા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં બનાવની ગંભીરતાને લઈને કોર્ટે માત્ર પાંચ મહિનામાં જ ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ શિક્ષિકાને એક વર્ષની કેદની સદજા ફટકારી હતી.
ઉપરાંત તેને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. તે સિવાય દંડ ન ભરે તો વધુ બે મહિનાની જેલની સજાનો આદેશ આપ્યો હતો. આ અંગે સરકારી વકીલ સેજલ દવેની પ્રતિક્રિયા સામે આવી છે. જેમામ સેજલ દવેએ કહ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણ જગતમાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે. આમ આ ઘટના શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીઓને ભણાવવાની છે તેમને મારવાની નહી, એમ કોર્ટે કહ્યું હતું.
આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી
આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી
આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી