Surat News/ સુરતમાં બાળકી બોટલનું ડીઝલ પાણી સમજી પીતા મોત

રતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ડીઝલ પી લેતા તેનું મોત થયું છે. સુરતના વરાછા ભવાની સર્કલ પાસે આ બનાવ બન્યો છે.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ડીઝલ પી લેતા તેનું મોત થયું છે. સુરતના વરાછા ભવાની સર્કલ પાસે આ બનાવ બન્યો છે. બાળકી રમતા-રમતા રૂમની બહાર નીકળી હતી.

બાળકે પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પાણી સમજીને પી લીધું હતું. બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દોઢ વર્ષની બાળકી સાકેબા રમતાં-રમતા રૂમની બહાર નીકળી ગઈ હતી. બાળકીએ લાકડા સળગાવવા માટે પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું.

આ પહેલા સુરત શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લેતા માતાપિતાનો જીવ પડીકે બંધાઈ ગયો હતો. તાત્કાલિક સારવાર આપતા તે બચી ગયો છે.

સુરતમાં ભેસ્તાન સ્થિત આવાસમાં 4 વર્ષના બાળકે પાણીની બોટલ સમજી એસિડ પી લીધો હતો. આ જોઈ માતાપિતા હૈયું સ્તબ્ધ થઈ ગયું હતું. આ ઘટના બાદ માતાપિતા તેને હોસ્પિટલ લઈ ગયા હતા. સમયસર સારવાર મળતા બાળકના જીવનું જોખમ ટળી ગયું છે.

પહેલા પણ સુરતમાં 1 વર્ષની બાળાએ રમતા રમતા એસિડ પી લીધું હતું. ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. બાળકીની માતા રસોઈ કરી રહી હતી. બાળકી ત્યાંથી રમતા રમતા બાથરૂમમાં પહોંચી હતી. એસિડની બોટલ મોંમા નાંખી રડવા લાગી હતી. બાદમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભેસ્તાન સ્થિત આવાસમાં બાળકે પાણી સમજી એસિડ પી લીધું

આ પણ વાંચોઃ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, ટીનેજર બાળકોની સ્કૂલ બેગમાંથી નીકળ્યું…..

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ