Ahmedabad News/ ચાંદખેડામાં એક્ટિવા પર બેફામ સ્ટંટ કરનારા બે કિશોર ઝડપાયા

બન્ને કિશોરેન આગળની કાર્યવાહી માટે એલ ડિવીઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : સોશિયલ મિડીયા પર એક્ટિવા પર સ્ટંટ કરતા શખ્સોનો વીડિયો વાયરલ થયા બાદ ચાંદખેડા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ,એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડમા પીએસઆઈ વી.જી.ડાભી તથા તેમની ટીમે વાયરલ થયેલા વીડિયોને આધારે રૂટ તથા તેની આજુબાજુના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી.

જેમાં ONGC સર્કલથી જનતાનગર રોડ તરફ જતા રોડ પર એક સફેદ કલરના એક્ટિવા પર ત્રણ અજાણ્યા શખ્સો રાહદારીઓનો જીવ જોખમાય તે રીતે વાહન હંકારી સ્ટંટ કરતા નજરે ચડ્યા હતા. દરમિયાન સ્ટંટ કરનારા પૈકી બે શખ્સો સ્મશાન રોડ પરથી પસાર થવાના હોવાની માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને બન્નેને ઝડપી લીધા હતા.

પુછપરછમાં તેમણે 8 જાન્યુઆરી 2025ના રોજ ઓએનજીસી સર્કલથી જનતાનગર રોડ પર સ્ટંટ કરીને પોતે એક્ટિવા ચલાવતા હોવાનું તથા તેનો વીડિયો ઉતારીને સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બન્ને કિશોરેન આગળની કાર્યવાહી માટે એલ ડિવીઝન ટ્રાફિક પોલીસને સોંપ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણના શંખેશ્વર પાસે બે વાહનો ધડાકાભેર અથડાતા લાગી આગ, બે જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: સમી-શંખેશ્વર હાઇવે પર અકસ્માત, રક્ષાબંધન પર ત્રણ યુવકોને કાળ ભરખી ગયો

આ પણ વાંચો: પાટણઃ શંખેશ્વર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ચાર જિલ્લાના ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં આપી હાજરી, CM હેલીપેડથી પદ્માવતી ધર્મશાળા પહોંચ્યા, મુખ્યમંત્રીએ જૈન મંદિરના