Dharma:હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ભગવાન શંકરનું એવું મંદિર છે જ્યાં રહેલ શિવલિંગ (Shivling) પર વીજળી પડે છે. તેથી તેને વીજળી મહાદેવ મંદિર કહેવામાં આવે છે. આ મંદિરથી જોડાયેલી માન્યતાઓ વિશે આજે આપણે જાણીએ.

ભારતમાં ભગવાન શિવ (Lord Shiva)ના ઘણા મંદિરો છે જેનાથી જોડાયેલી દંતકથા અને માન્યતાઓ દરેકને આશ્ચર્યમાં મૂકી દે છે. ભગવાન શિવનું જીવન ચરિત્ર જેટલું રહસ્યમય છે તેટલું જ રહસ્ય તેમનાં મંદિરોમાં પણ જોવા મળે છે. એવા જ એક મંદિર વિશે આજે અમે તમને જણાવીશું, આ મંદિર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના કાશવરી ગામમાં સ્થિત છે. આ મંદિરમાં રહેલા શિવલિંગ (Shivling) પર વીજળી પડે છે અને આ શિવલિંગ તૂટી જાય છે અને શિવલિંગ તૂટ્યા પછી થોડા દિવસમાં રહસ્યમય રીતે શિવલિંગ (Shivling) ફરીથી પોતાની જૂની અવસ્થામાં આવી જાય છે. માનવમાં આવે છે કે હિમાચલ (Himachal)નાં સુંદર પર્વતોની વચ્ચે આ મંદિર પ્રાચીનકાળથી સ્થિત છે. આ મંદિરની નજીક વ્યાસ અને પાર્વતિ નદીનું સંગમ સ્થળ આવેલું છે.
વીજળી મહાદેવથી જોડાયેલ પૌરાણિક કથા
કહેવાય છે કે, કુલ્લુ (Kullu) જિલ્લામાં જે પહાડ પર આ મંદિર આવેલું છે તે કૂલંત નામના રક્ષશનાં શરીરથી બનેલું છે. તેના નામથી જ કુલ્લુ નામ પડ્યું. એક સમયે ધરતી પર કૂલંત નામનો રક્ષશ રહેતો હતો જે ખૂબ શક્તિશાળી હતો. તે તેના બળની મદદથી વ્યાસ નદીનાં પ્રવાહને રોકવા માંગતો હતો અને પૂરી ઘાટીને જળમાં ડૂબવા માંગતો હતો. તેની ઈચ્છાપૂર્તિ માટે તેણે અજરનું રૂપ ધારણ કર્યું અને નદીનાં પ્રવાહને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો. જ્યારે શિવજીને આ વાતની જાણ થઈ ત્યારે તે ક્રોધિત થયા.
શિવજી દ્વારા કૂલંતનો અંત
જ્યારે શિવજીને વાતની જાણ થઈ ત્યારે તેમને કૂલંતને સમજાવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેણે પોતાની હઠ ન મૂકી. અંતે શિવજીએ તેની પૂંછડી પર આગ લગાવી અને તેનો અંત કર્યો. માનવમાં આવે છે કે વિશાલકાય કૂલંતનાં મૃત શરીરથી જ આ પહાડની રચના થઈ જેના પર આજે પણ વીજળી મહાદેવનું મંદિર સ્થિત છે.
ભગવાન શિવે આપ્યો ઇન્દ્રદેવને આદેશ
કૂલંતનું વધ કર્યાબાદ ભગવાન શિવ ઇન્દ્રદેવ પાસે ગયા અને ઇન્દ્રદેવને આદેશ કર્યો કે દર 12 વર્ષે કૂલંતનાં શરીરથી બનેલા પર્વત પર વીજળીનો ઝટકો મારે. તેમ છતાં ભગવાન શિવ એ નહતા ઈચ્છતા કે વીજળી પડવાથી તેમનાં ભક્તોને કષ્ટ થાય, તેથી ભગવાન શિવે વીજનો પ્રહાર પોતે સહન કરવાનો નિર્ણય લીધો. કૂલંતનાં શરીરથી બનેલા પર્વત પર શિવલિંગનાં રૂપમાં અવતરિત થયા. માનવમાં આવે છે કે આજે પણ 12 વર્ષમાં એક વાર શિવલિંગ પર વીજળી પડે છે અને તે શિવલિંગ તૂટી જાય છે.
વીજળીનાં પ્રહાર બાદ કેવી રીતે જોડાય છે શિવલિંગ
દર 12 વર્ષે જ્યારે શિવલિંગ (Shivling) પર વીજળી પડે છે અને શિવલિંગ તૂટે છે. ત્યારબાદ મંદિરના પૂજારી શિવલિંગનાં ટુકડાને એકત્રિત કરે છે અને માખણ, મીઠું અને સત્તુનો લેપ બનાવીને જોડે છે. ત્યારબાદ થોડા દિવસમાં શિવલિંગ પોતાનાં જૂના સ્વરૂપમાં પાછું આવી જાય છે. આ ચમત્કારને જોઈને લોકો આચ્છાર્ય પામે છે.
વીજળી મહાદેવનાં દર્શન કરવા ક્યારે જવું જોઈએ
વીજળી મહાદેવના દર્શન કરવા માટે બારે માસ ભક્તોની ભીડ જોવા મળે છે. પરંતુ આ મંદિરનાં દર્શન કરવા માટે એપ્રિલ થી જૂન અને સપ્ટેમ્બર થી નવેમ્બર મહિનાનો સમય અનુકૂળ છે. શિયાળાનાં સમયે અહિયાં બરફની માત્રા વધારે હોય છે જેના કારણે ભક્તોનું મંદિર સુધી પહોંચવું અસંભવ છે. આ મંદિરમાં જે ભક્તિ અને શ્રદ્ધાથી જાય છે મહાદેવ તેમની દરેક મનોકામનાં પૂર્ણ કરે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
