અમદાવાદ
આજના ફાસ્ટ જમાનામાં ફિટ રહેવા માટે તમારે અને મારે સખત મહેનત કરવી પડે છે.જો કે ફીટ રહેવા માટે લોકોને કસરતની ભારે આળસ આવતી હોય છે.સવારે વહેલા ઉઠવું અને જીમમાં જવું અને શરીરને કસવું એ નવી જનરેશન માટે કદાચ ભારે પરસેવો પડાવે તેવું કામ છે.
જો કે પરસેવો પાડ્યા વગર પણ શરીરને ફીટ કેવી રીતે રાખી શકાય તે માટે અહીં 4 ટીપ્સ આપવામાં આવી છે.
અહીં આપણે જાણીએ ફીટ રહેવા માટેની આ 5 ટીપ્સ વિશે..
જલ્દી સૂઈ જવું અને જલદી ઉઠવું
હા, આ ઉદાહરણ જૂનું જરૂર છે પરંતુ ફિટ રહેવા માટે તે સૌથી વધુ જરૂરી છે. આપણા શરીરમાં એક જૈવિક ઘડિયાળ કામ કરે છે જે સૂર્યપ્રકાશ અને સમય જ સાથે કામ કરે છે.સુર્ય ઉગે ત્યારે ઉઠો અને આથમે તેના બે કલાક પછી સુઇ જાવ તો શરીર રહેશે એકદમ ફીટ.
આ ઉપરાંત સવારના સમયે આખા દિવસ કરતા સૌથી વધુ પ્રેરણા મળે છે. સવારના સમયે લોકોની ક્રિએટીવીટી વધી જાય છે અને કામ પૂરું કરવાની ઇચ્છા થવા લાગે છે.
સારું ભોજન કરો…
ભારે કસરત કરવી અને તેના પર બિનઆરોગ્યપ્રદ ભોજન ખાવાથી શરીરને કોઈ પણ ફાયદો નહીં થાય. જો તમે તમારી જાતને યોગ્ય રાખવા માગો છો, તો તમારે તમારી જીભને શાંત કરવી પડશે.શરીરને ફીટ રાખવા એક સંતુલિત આહાર લો જેમાં કાર્બોહાઈડ્રેટ , પ્રોટીન અને વધારાની ચરબી રહિત વાનગીઓ ખાવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે. 70% આહાર અને 30% વ્યાયામથી કામ કરશો તો પણ શરીર રહેશે એકદમ ફીટ.
સ્માર્ટ ખાવ…
ભારે ખોરાક સતત ખાવાથી પેટ અસ્વસ્થ રહેશે. એક જ વારમાં ભેટ ભરીને ખાવાને બદલે ટુકડે ટુકડે ખોરાક લેશો તો શરીર હલકુ પડી જશે.
તમારા શરીરને પુરતો આરામ આપો..
જો તમારા શરીરને આરામ ન મળે તો તમારા સ્નાયુઓ આરામ નહીં કરે, જેના કારણે તમારી મસલ્સ લાંબા સમય સુધી વધારે કામ કરી શકશે નહીં. તેથી તમારા શરીરને આરામ આપો.
