Food Recipe: ઘરે મશીન વિના જ તમે શી રીતે મિલ્ક પાવડર (Milk Powder) બનાવી શકો છો અને અને ઘણા મહિનાઓ સુધી એને સ્ટોર કરીને પણ રાખી શકો છો.
જો તમને ગળ્યું ખાવાનો શોક હોય તો તમે મિલ્ક પાવડર (Milk Powder)નો અવશ્ય વપરાશ કરતા જ હશો! મિલ્ક પાવડરથી તમે અનેક પ્રકારની ડિશ બનાવી શકો છો. મોટાભાગના લોકો તો બજારમાંથી જ મિલ્ક પાવડર ખરીદીને લાવતા હોય છે. પરંતુ, આજે અહિં તમને ઘરે જ દૂધમાંથી મિલ્ક પાવડર (Homemade Milk Powder) બનાવવાની પદ્ધતિ દર્શાવવા જઈ રહ્યાં છીએ…ઘરે મશીન વિના જ તમે શી રીતે મિલ્ક પાવડર બનાવી શકો છો અને અને ઘણા મહિનાઓ સુધી એને સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો ચાલો જાણીએ…મિલ્ક પાવડર બનાવવાની રેસિપી વિશે વિસ્તૃતપણે…

દૂધમાંથી મિલ્ક પાવડર બનાવવાની રેસિપી (Homemade Milk Powder)
1. સૌપ્રથમ મિલ્ક પાવડર બનાવવા માટે તમારે 1 લીટર ફૂલ ક્રીમ દૂધ (Full Cream Milk) લેવાનું રહેશે. દૂધને એક જાડા તળીયાવાળી કડાઈમાં નાખીને ગરમ કરવું.
2. એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવું. ત્યાર બાદ, મધ્યમ તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવી લેવું. ધ્યાન રાખવું કે દૂધ પર મલાઈ જામે નહિં અને સાઈડમાં ચોંટેલી મલાઈને પણ દૂધમાં મિક્સ કરતા રહેવું.
3. જ્યારે દૂધ રબડી (Rabdi) જેવું ઘટ્ટ બની જાય ત્યારે ગૅસની ફ્લેમ બંધ કરવી.
4. હવે દૂધને ઠંડુ થવા દેવું. આ માટે તૈયાર દૂધને 2-3 થાળીમાં પાતળા લેયરમાં પાથરી દેવું.
5. હવે 6-7 કલાક માટે એને પંખાની હવા નીચે મૂકી રાખવી અને દૂધ સુકાઈ જશે. એક વાર તવેથાથી પલટાવી લેવું.

6. હવે ખાંડ (Sugar)ને દળી એનો પાવડર બનાવી લેવો. એને બારીક ચાળણીથી ચાળી લેવો.
7. તૈયાર દૂધને 1 દિવસ માટે તડકે સૂકવવા મૂકવું. એથી એના રોટલી જેવા ટુકડા થઈ જશે અને એને તમે મિક્સરમાં બારીક વાટી લેવા.
8. હવે દળેલી ખાંડ મિક્સ કરવી. 1 લીટર દૂધમાં 200 ગ્રામ ખાંડનું પ્રમાણ રાખવું.
9. દૂધ પાવડર અને દળેલી ખાંડ મિક્સ કરીને મિક્સર જારમાં પલ્સ મોડ પર મિક્સ કરવા. વચ્ચે-વચ્ચે ચમચી વડે મિક્સ કરતા જવું.
હવે આ તૈયાર મિશ્રણને બારીક ચાળણી વડે ચાળી લેવું. તો તૈયાર છે તમારો હોમમેઇડ મિલ્ક પાવડર (Homemade Milk Powder)…જેને તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો.
તમે ઈચ્છો તો દૂધમાં ખાંડ મિક્સ કરી ઉકાળીને એનો માવો બનાવો અને એને સુકવી લેવો. આ માવા (Sweet Mawa)ને મિક્સરમા વાટીને એનો પણ મિલ્ક પાવડર બનાવી શકાય છે. ફ્રીઝમાં રાખીને 3-4 મહિના સુધી એને વાપરી શકાય છે અને એને મનભાવન મીઠાઈઓ (Sweets) બનાવવામાં વાપરી શકાય છે.
આ પણ વાંચો: દૂધ અને બેસનનો અદ્ભૂત સંગમ એટલે મોહનથાળ..! ધીમા તાપે શેકો…સોડમથી રસોડું મઘમઘશે!
આ પણ વાંચો: કેવળ 1 ગ્લાસ દૂધ અને તાજા નાળિયેરની હલવાઈ સ્ટાઇલ મીઠાઈ બનાવો…વ્રત માટે પરફેક્ટ રેસિપી…
