Beauty Care Tips/ આંખો નીચે કરચલીઓ વળી કેવી? જાણો એને દૂર કરવાના અસરકારક ઘરગથ્થુ ઉપાય..!

જ્યારે આંખો નીચેની ફેટ ઓછી થવા લાગે ત્યારે કરચલીઓ (Wrinkles) સાફ દેખાવા લાગે છે. જો કે, યોગ્ય ખાન-પાન અને સંભાળથી આ કરચલીઓને ઘણી હદે નિયંત્રિત…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Wrinkles... જો આંખો નીચે દેખાય તો શા ઉપાયો કરશો?

Beauty Care Tips: જ્યારે આંખો નીચેની ફેટ ઓછી થવા લાગે ત્યારે કરચલીઓ (Wrinkles) સાફ દેખાવા લાગે છે. જો કે, યોગ્ય ખાન-પાન અને સંભાળથી આ કરચલીઓને (wrinkles under eyes) ઘણી હદે નિયંત્રિત કરી શકાય છે.

વધતી વય સાથે ત્વચા પાતળી બની જાય છે અને સ્કિનના એલાસ્ટિન અને કોલેજન (Elastin and Collagen) બનાવવાની ક્ષમતા ઓછી થવા લાગે છે જેથી એના કારણે આંખોની આસપાસ કુંડાળા પડી જાય છે. જેમ-જેમ આપણી ઉંમર વધતી જાય છે એમ-એમ આંખોની નીચે રહેલી તેલ ગ્રંથિઓની કાર્યક્ષમતા પણ પ્રભાવિત થતી હોય છે. આવામાં સ્કિન શુષ્ક અને નિસ્તેજ (Dry Skin) બની જાય છે અને એ ઢીલી પડવા લાગે છે. એનો કસાવ ઓછો થઈ જાય છે. જ્યારે આંખો નીચેની ફેટ ઓછી થવા લાગે ત્યારે કરચલીઓ (Wrinkles) સાફ દેખાવા લાગે છે. જો કે, યોગ્ય ખાન-પાન અને સંભાળથી આ કરચલીઓને (wrinkles under eyes) ઘણી હદે નિયંત્રિત કરી શકાય છે.

અકાળે ઘરડા દેખાવું

સમય પહેલા જ ત્વચા (Skin) પર જો ઘરડા થવાના લક્ષણો જેમ કે કરચલીઓ (Wrinkles) જણાય તો એ લોકોને માટે ચિંતાનો વિષય બની જાય છે! જો તમે પણ આ પ્રિમેચ્યોર એજીંગ (Premature Aging) સમસ્યાથી પીડિત છો તો તમારી અમુક ટેવોને સુધારવાની જરુર છે. અહિં અમે એવી 4 ઉપાયો  વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને અપનાવીને તમે વૃદ્ધત્વને પાછળ ઠેલી શકો છો.

જાણ્યે-અજાણ્યો તમે જે આદતોને અપનાવી છે એ તમારા સ્વાસ્થ્યની સાથોસાથ તમારી સ્કિન હૅલ્થ (Skin Health)ને પણ ખરાબ કરી શકે છે અને એજીંગ સાઇન્સ દેખાવા લાગે છે. જો સવેળાએ નહિં જાગો તો ઘરડાપણું તમારી ત્વચા પર સમય પહેલા જ અડંગો જમાવશે એ નક્કી વાત છે!

પ્રખ્યાત આયુર્વેદાચાર્યના મતે, આ કરચલીઓના કારણ ફક્ત વધતી વય જ નહિં પરંતુ અન્ય પણ હોઈ શકે છે. જો તમારું ડાયેટ (Diet) ખરાબ હોય, કોમ્પ્યુટર પર લાંબો સમય સુધી કામ કરવાનું હોય , ત્વચા શુષ્ક હોય, વધુપડતું રુદન કરવું, ઊંઘની ઉણપ, શારીરિક અથવા માનસિક તણાવ (Tension), લાંબો સમય સુધી ટીવી કે મોબાઈલ જોવો, વય વધવી અથવા વધુ પડતા આલ્કોહોલ (Alcohol Consumption) કે અન્ય નશા કે સ્મોકિંગના કારણે પણ આંખોની નીચે ઘેરા કાળા કુંડાળા (Dark Circles) અને કરચલી થવા લાગે છે.

કરચલીઓ દૂર કરવાના ઉપાયો (Remedies for Removing Wrinkles)

આંખો નીચેની કરચલીઓ અને કુંડાળા દૂર કરવા માટે તમને આટલા ઉપાય કરવાથી ફાયદો થશે.

1. એરંડાનું તેલ (Castor Oil)

કેસ્ટર ઓઈલ એટલે કે દિવેલ આંખની કરચલીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છએ. દરરોજ એનો ઉપયોગ કરવાથી અને આંખોની નીચેના ભાગે થોડી વાર એની માલિશ કરવાથી કરચલીઓથી મુક્તિ મળી શકે છે. દરરોજ રાત્રે ઊંઘતા અગાઉ આ પ્રયોગ કરવો અને થોડા જ સમયમાં તમને એના બહેતર પરિણામો પ્રાપ્ત થશે.

2. ખીરા કાકડી અને ટમેટા (Cucumber and Tomato)

ખીરા કાકડીનો ઉપયોગ કરચલીઓ દૂર કરવામાં અસરકારક છે. એમાં એન્ટી એજીંગ અને એન્ટી-ઑક્સિડન્ય તત્વો હોય છે જે વય વધવા જેવી સમસ્યાઓને ઓછી કરે છે. ખીરા કાકડીનો જ્યુસ અથવા તો પેસ્ટ તમે આંખો નીચે લગાવી શકો છો. અને ટમેટાનો પલ્પ પણ તમે લગાવી શકો છો. આ ઉપરાંત, આ વસ્તુઓનું સેવન પણ લાભકારક સિદ્ધ થશે.

કરચલીઓ માટે પપૈયાનો રસ

3. પપૈયાનો રસ (Papaya Juice)

Ayurveda અનુસાર, આંખ નીચે પપૈયાનો રસ લગાવવાથી કરચલીઓમાં ફાયદો મળી શકે છે. પપૈયામાં બ્રોમિલેન નામનો એક એન્ઝાઈમ મળી આવે છે. એમાં એન્ટી-ઈન્ફ્લેમેટ્રી ગુણ હોય છે અને એનાથી સ્કિનને પોષણ મળે છે. અઠવાડિયામાં 3-4 દિવસ 15 મિનિટ માટે પપૈયાના રસને આંખ નીચે લગાવી રાખવો પછી પાણીથી ધોઈ લેવું. આ ઉપાયથી કરચલીઓથી છૂટકારો મેળવવામાં મદદ મળઈ શકે છે.

4. કોપરેલ (Coconut Oil)

કોપરેલ આંખો નીચેની કરચલીઓ દૂર કરવા માટે એક અકસીર ઈલાજ છે. એમાં વિટામિન E પ્રાપ્ત થાય છે અને એમાં સારી ફેટ હોવાથી ત્વચા એને સરસ રીતે શોષી શકે છે. આંખો નીચે કોપરેલથી મસાજ કરવાથી સ્કિનમાં કુમાશ જળવાઈ રહે છે અને કરચલીઓ પણ દૂર ખરી શકાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: દહીંની સાથે મેળવીને લગાવો આ ફેસ પૅક, કાચ જેવો સ્વચ્છ ઝગમગતો બનશે ચહેરો, કરચલીઓ થશે ગાયબ!

આ પણ વાંચો: સમયસર સુધારો આ 4 ટેવો…ચહેરાની ત્વચા પર વહેલા કરચલીઓ અને એજીંગ નજર આવશે..!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…