Shocking Fact: આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે દૂધ (Milk) પીવું સ્વાસ્થ્ય માટે સારું છે. ગાય, ભેંસ કે બકરીનું દૂધ મનુષ્ય માટે અમૃત સમાન ગણાય છે. પરંતુ કુદરતની આ દુનિયામાં એવા પણ કેટલાક પ્રાણીઓ છે, જેમનું દૂધ મનુષ્ય પચાવી શકતો નથી. ઉલટાનું, અમુક પ્રાણીનું દૂધ પીવાથી દારૂ જેવો નશો ચઢે છે, તો કોઈનું દૂધ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ આ રહસ્યમય હકીકતો વિશે.
1.કોના દૂધમાં હોય છે આલ્કોહોલ? (હાથિનીનું દૂધ)
સાંભળીને નવાઈ લાગશે, પણ હાથિની (Female Elephant) નું દૂધ મનુષ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.
નશો: એવું કહેવામાં આવે છે કે હાથિનીના દૂધમાં આલ્કોહોલ (Alcohol) નું પ્રમાણ જોવા મળે છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ તેમાં લગભગ 60% જેટલું આલ્કોહોલનું તત્વ હોઈ શકે છે.
અસર: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દૂધમાં રહેલા રસાયણો (Chemicals) એટલા ભારે હોય છે કે જો કોઈ મનુષ્ય તે પી લે, તો તેને નશો ચઢી શકે છે અથવા તેનું માનસિક સંતુલન બગડી શકે છે. તે પચાવવું અત્યંત મુશ્કેલ છે.
2.કોનું દૂધ છે ઝેર સમાન? (સિંહણનું Milk)
જંગલના રાજા સિંહની વાત તો અલગ જ છે, પણ સિંહણ (Lioness) નું દૂધ પણ એટલું જ ખતરનાક માનવામાં આવે છે.
ગરમી: જૂની માન્યતાઓ અને આયુર્વેદિક ઉલ્લેખો મુજબ, સિંહણનું દૂધ એટલું ‘ગરમ’ અને તેજ હોય છે કે સાધારણ વ્યક્તિ તેને પચાવી શકતો નથી.
જીવલેણ: એવું કહેવાય છે કે આ દૂધ પીવાથી શરીરમાં એટલી ગરમી પેદા થાય છે કે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે અથવા તે ગાંડો થઈ શકે છે. તેથી તેને એક પ્રકારે ‘ઝેર’ ગણવામાં આવે છે. લોકવાયકા મુજબ, સિંહણનું દૂધ માત્ર સોનાના પાત્રમાં જ ટકી શકે છે, અન્ય ધાતુને તે ઓગાળી નાખે છે.
3.પ્લેટિપસ (Platypus)
આ એક વિચિત્ર પ્રાણી છે જે ઈંડા મૂકે છે પણ બચ્ચાને દૂધ (Milk) પીવડાવે છે.
પરસેવા જેવું દૂધ: પ્લેટિપસને આંચળ હોતા નથી. તે પોતાના પેટ પરથી પરસેવાની જેમ દૂધ (Milk) બહાર કાઢે છે, જેને બચ્ચા ચાટીને પીએ છે.
કુદરતે દરેક જીવ માટે અલગ વ્યવસ્થા કરી છે. જે દૂધ (Milk) પ્રાણીના બચ્ચા માટે શક્તિવર્ધક છે, તે મનુષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: રડવાના અને ઊંઘવાના પણ મળે છે લાખો રૂપિયા! દુનિયાની આ 5 અજીબોગરીબ નોકરીઓ વિશે જાણીને તમારું માથું ભમી જશે
આ પણ વાંચો: માનવ શરીરનું એકમાત્ર હાડકું જે બીજા કોઈ હાડકાને અડતું નથી! શું તમે જાણો છો આ સવાલનો જવાબ?



