બોલિવૂડના દિગ્ગજ અને સદાબહાર અભિનેતા અનુપમ ખેર (Anupam Kher)ના નાના ભાઈ રાજુ ખેર (Raju Kher)આજે પોતાનો 69 મો જન્મદિવસ (raju kher 69th birthday)ઉજવી રહ્યા છે. હિન્દી સિનેમાથી લઈને ટેલિવિઝન જગતમાં પોતાનું નસીબ અજમાવનારા રાજુ ખેર દેખાવમાં તેમના મોટા ભાઈ અનુપમ ખેર જેવા જ દેખાય છે, જેના કારણે ફેન્સ ઘણીવાર બંને વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે. બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ અને આદર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મિશાલ સમાન છે.
Anupam Kher : બંને ભાઈઓ વચ્ચેનો અતૂટ પ્રેમ અને આર્થિક સહયોગ
રાજુ ખેર તેમના મોટા ભાઈ અનુપમ ખેરનું ખૂબ સન્માન કરે છે. બંને ભાઈઓ વચ્ચેના આત્મીય સંબંધોનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે અનુપમ ખેર પોતાના નાના ભાઈની તમામ આર્થિક જરૂરિયાતો અને ઘરખર્ચનો ભોગ પોતે જ ઉઠાવે છે. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેમણે પોતાના મેનેજરને સ્પષ્ટ સૂચના આપી રાખી છે કે રાજુને આપવામાં આવતી આર્થિક મદદ અંગે તેમને ક્યારેય કોઈ હિસાબ પૂછવો નહીં.
બોલિવૂડ ફિલ્મો અને જાણીતી સિરિયલોમાં દમદાર કામ
11 સપ્ટેમ્બર 1957ના રોજ કાશ્મીરમાં જન્મેલા રાજુ ખેરે પોતાના કરિયરમાં ઘણી યાદગાર ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા છે. તેઓ આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ગુલામ’, ‘ઓમ જય જગદીશ’, ‘ઊંચાઈ‘, ‘મૈં તેરા હીરો’, ‘જંગલ’, ‘દિલ્હી બેલી’, ‘શૂટઆઉટ એટ વડાલા’ અને ‘ક્રિશ ૩’ જેવી હિટ ફિલ્મોમાં નજરે પડ્યા હતા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બિલ્ડરનો આઇકોનિક રોલ
ફિલ્મો ઉપરાંત રાજુ ખેરે ટીવી સ્ક્રીન પર પણ પોતાની છાપ છોડી છે. તેઓ ભારતીય ટેલિવિઝનના સૌથી ચર્ચિત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (taarak mehta ka ooltah chashmah)માં એક અમીર બિઝનેસમેન અને બિલ્ડર મિસ્ટર ચંદીરામાણીના કેમિયો રોલમાં જોવા મળ્યા હતા, જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યો હતો.
આ પણ વાંચો :શું મેધા શંકર સાથે વેકેશન પર છે સમય રૈના? ફેન્સે શોધી કાઢ્યો ક્લૂ
આ પણ વાંચો :યામી ગૌતમનો ભયાનક અંદાજ, હોરર-કોમેડીમાં જોવા મળશે ‘ડાયન’ અવતાર
આ પણ વાંચો :બિપાશા બસુના ન્યુટ્રિશન પ્રોડક્ટમાં કીડા મળ્યા, FDA કમિશનરને કરી અપીલ
