Rajkot News/ રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો; માધાપર બેઠક પર વિજય સખીયાની જીત

Rajkot લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ જાડેજાનો પરાજય થયો છે. ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.

Top Stories Gujarat Rajkot
Rajkot

Rajkot Lodhika Sangh Election Results: સૌરાષ્ટ્રની મહત્વની સહકારી સંસ્થા રાજકોટ લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે. 15 ડિરેક્ટર પદ માટે યોજાયેલી ચૂંટણીમાં અંદાજે 95 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણી જાહેર થયા બાદ ભાજપના બે જૂથ વચ્ચે ઉમેદવારોને લઈને ખેંચતાણ જોવા મળી હતી. પરિણામોમાં કેટલાક મહત્વના નેતાઓના પરાજયથી ચૂંટણીનું ચિત્ર બદલાયું છે.

માધાપર બેઠક પર વિજય સખિયાની જીત

માધાપર(Rajkot) બેઠકનું પરિણામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. ભાજપ તરફથી પૃથ્વીસિંહ જાડેજાને સમર્થન આપવા વ્હિપ આપવામાં આવ્યો હોવા છતાં બેઠકના ચારેય મતદારોએ રાદડિયા જૂથ સાથે સંકળાયેલા માનવામાં આવતા વિજય સખિયાને મત આપ્યો હોવાનો દાવો છે. પરિણામે વિજય સખિયાનો વિજય થયો અને પૃથ્વીસિંહ જાડેજાને હારનો સામનો કરવો પડ્યો. કુવાડવા બેઠક પર રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અરવિંદ રૈયાણીનો પરાજય થયો છે. તેમની સામે નીતિન ચોવટીયાએ જીત મેળવી છે. આ પરિણામને કારણે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપની આંતરિક જૂથબાજી અને બદલાતા સમીકરણોને લઈને ચર્ચા તેજ બની છે.

Rajkot

હલેન્ડા બેઠક પર મહેશ આસોદરિયાની જીત

હલેન્ડા બેઠક(Rajkot) પર મહેશ આસોદરિયાએ વિજય મેળવ્યો છે. પરિણામ જાહેર થાય તે પહેલાં જ તેમને ધીરુભાઈ રોકડનું સમર્થન મળ્યું હતું. જેના પગલે સમર્થકોએ પરિણામ પહેલાં જ ઢોલ-નગારાં સાથે ઉજવણી શરૂ કરી દીધી હતી. ચૂંટણીમાં પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર કેટલાક ઉમેદવારોને પણ સફળતા મળી છે. માધાપર બેઠક પર વિજય સખિયા અને કુવાડવા બેઠક પર નીતિન ચોવટીયાની જીતને રાદડિયા જૂથ માટે મહત્વની સફળતા તરીકે જોવામાં આવી રહી છે. બંને ઉમેદવારોને મેન્ડેટ ન મળતાં તેમણે બળવાખોર તરીકે ચૂંટણી લડી હોવાનું જણાવાયું છે.

ત્રંબા બેઠક પર ચિઠ્ઠીથી નિર્ણય

ત્રંબા બેઠક(Rajkot) પર મતગણતરી દરમિયાન ટાઈ થતાં ચિઠ્ઠી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં નીતિન રામાણી વિજેતા બન્યા. ખોખડદડ બેઠક પર બાબુ નસીતે જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કેટલીક બેઠકો પર પક્ષના વ્હિપનો અનાદર થયો હોવાની ચર્ચા પણ સામે આવી છે. લોધિકા સંઘની ચૂંટણીના પરિણામોએ સહકારી ક્ષેત્રમાં ચાલી રહેલા જૂથવાદ અને ભાજપની અંદરના સ્થાનિક રાજકીય સમીકરણોને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.


આ પણ વાંચો: રાજકોટ લોધીકા સંઘમાં 5 બેઠકો માટે આવતીકાલે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

આ પણ વાંચો: રાજકોટ ચૂંટણી માટે 2616 પોલીસ કર્મચારીઓ ખડેપગે, બોડી વોર્ન કેમેરાથી રખાશે બાજ નજર

આ પણ વાંચો:રાજકોટ લોધીકા સહકારી સંઘની ચૂંટણી : જયેશ રાદડિયા-અરવિંદ રૈયાણી વચ્ચે જંગ