મુંબઇ
નવરાત્રી જેવા પાવન પર્વ પર જયારે બધી જ છોકરીઓ અને મહિલાઓ ગરબા રમવા માટે જતી હોય છે આવામાં રમવા જતી મહિલાઓ અને છોકરી માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે આ ઘટના મુંબઈની છે જ્યાં ગરબા રમીને પોતાના ઘરે પાછી ફરી રહેલી 11 વર્ષની માસુમ છોકરી પર રેપ થયો છે. જણાવીએ કે આ ઘટના મુંબઇના સાઇનાકા વિસ્તારમાં એક અવાવરૂ પાર્કિંગ સ્પોટ પર આ બનાવ બન્યો હતો. મહત્વની વાત એ હતી કે આ સગીરા પાસે મોબાઇલ હતો નહીં તેનથી તેને નજીકના પીસીઓ પરથી પોતાની માતાને ફોન કરીને આ ઘટના વિશે માહિતી આપી હતી.
બુધવારે રાતે સાઇનાકા પાસે આયોજીત ગરબાના કાર્યક્રમમાં ભાગ લઇને સાતમાં ધોરણમાં ભણતી સગીરા ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આ હિચકારો બનાવ બન્યો હતો.છોકરીએ તેની માતાને ફોન કરતાં તેમણે સાકીનાકા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.પોલિસે ગુરૂવારે આરોપીને પકડી લીધો છે.
પોલિસના જણાવ્યા પ્રમાણે સગીરા રાતે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે જરી મરી પાસે સીરાજ શેખ નામના ટેમ્પો ડ્રાઇવરે તેને ટેમ્પોમાં ખેંચી હતી.આ વિસ્તાર એકદમ અવાવરૂ હોવાથી કોઇને જાણ થઇ નહોતી.સિરાજ ટેમ્પોમાં જ સગીરા પર રેપ કર્યો હતો.રેપ કર્યા બાદ સિરાજે સગીરાને ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઇને કરશે તો જોવા જેવી થશે.રેપ કર્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.
પોલિસને ફરિયાદ મળ્યા બાદ તેમણે 50 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા અને સિરાજની ધરપકડ કરી હતી.પોલિસે જે ટેમ્પોમાં આ ગુનાહિત કૃત્ય થયું તેને પણ જપ્ત કર્યો છે. પોલિસે સિરાજ પર કલમ 377 અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે.
