ગુજરાત/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે..

પ્રધાનમંત્રી મોદીની સીએમથી પીએમ સુધીની સફરના આજે બે દાયકા પૂર્ણ થયા. નરેન્દ્ર મોદીના સાર્વજનિક કાર્યાલયમાં 20 વર્ષ પૂરા થયા હોવાથી ભાજપ 20 દિવસનું સેવા અને સમર્પણ અભિયાન ચલાવી રહ્યું છે.

Gujarat Others

 દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ગુજરાત  આવે તેવી સંભાવના જોવા મળી રહી છે . રાજયમાં  . 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની કેવડીયા ખાતે ઉજવણી કરાશે.  આ ઉપરાંત 30 ઓક્ટોબરે જ મોદી ગુજરાત આવી જાય તેવી શક્યતા  જોવા  મળી રહી છે.  જે અંતર્ગત તેઓ નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ  કરશે. જેમને લઈને તંત્ર  હાલ પીએમ મોદીના પ્રવાસને લઇને કેવડીયામાં તંત્ર તૈયારીઓમાં લાગ્યુ છે.

આ પણ વાંચો ;National / રેલવેએ છ મહિના માટે કોરોના માર્ગદર્શિકા લંબાવી, મુસાફરી દરમિયાન રહેજો સાવધાન

આજે નરેન્દ્ર મોદીના સુશાસનનાં 20 વર્ષ પૂર્ણ થયા. આજથી 20 વર્ષ પહેલાં 7 ઑક્ટોબર 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. છેલ્લાં 20 વર્ષથી નરેન્દ્ર મોદી દેશના નાગરિકો માટે પ્રધાનસેવક તરીકે અવિરત કામ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની સીએમથી પીએમ સુધીની સફરના આજે બે દાયકા પૂર્ણ થયા. નરેન્દ્ર મોદીના સાર્વજનિક કાર્યાલયમાં 20 વર્ષ પૂરા થયા હોવાથી ભાજપ 20 દિવસનું સેવા અને સમર્પણ અભિયાન ચલાવી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ છેલ્લા 20 વર્ષેમાં અને ખાસ કરીને છેલ્લાં 7 વર્ષમાં અમુક એવા મોટા નિર્ણયો કર્યા છે જેનાથી દેશભરમાં મોટા બદલાવો આવ્યા.

આ પણ વાંચો ;અફઘાનિસ્તાન / રશિયા મંત્રણા માટે તાલિબાનને મોસ્કો બોલાવવાની તૈયારી કરી રહ્યું છે