Not Set/ મોબાઈલ બન્યો બોમ્બ, બાલાસિનોરમાં બેટરી ફાટતાં કિશોરના કપાયા હાથના ટેરવા

બાલાસિનોર તાલુકાના વસાદરા ગ્રામપંચાયતમાં આવેલા ભમરીયામાં એક એવી ઘટના બની છે જેના પરથી તમામ બાળકો અને તેમના વાલીઓએ સબક લેવો જોઈએ.

Gujarat Others
બાલાસિનોર

કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસના કારણે નાના બાળકો સ્માર્ટફોનનો વધારે ઉપયોગ કરતા થઈ ગયા છે. અભ્યાસ ઉપરાંત હવે નાના બાળકો મોબાઈલમાં ગેમના રવાડે ચડી ગયા છે. એક તરફ આધુનિક યુગમાં મોબાઈલ એ જીવન જરૂરિયાતની ચીજ બની ગયો છે. ત્યારે ઘણીવાર મોબાઈલ જીવનને જોખમમાં પણ મૂકી દે છે. અનેક વખતો મોબાઈલમાં બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં આવો જ એક બનાવ  મહિસાગરના બાલાસિનોર તાલુકાના ધનેલા ગામમાંથી સામે આવ્યો છે.

આ પણ વાંચો :કોરોનાના નવા વેરિયન્ટની સુરતમાં અસર, વિદેશથી આવેલા 119 લોકોને કરાયા ક્વોરેન્ટાઈન

મળતી માહિતી અનુસાર, બાલાસિનોર તાલુકાના વસાદરા ગ્રામપંચાયતમાં આવેલા ભમરીયામાં 14 વર્ષના કિશોર સાથે આ જ પ્રકારની દુર્ઘટના બની છે. કિશોરનો ફોન ચાર્જ થઈ રહ્યો હતો અને ડાબા હાથમાં ફોન મૂકીને તે ગેમ રમતો હતો. ફોનમાં બ્લાસ્ટ થતા તેના ડાબા હાથની પાંચે આંગળીઓના ટેરવા ઈજાગ્રસ્ત થયા હતા.

આ પણ વાંચો :મેફેડ્રોન પાવડર મોકલનાર સપ્લાયર ઝડપાયો, પોલીસ નોંધ્યો ગુનો

ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં બાળકો નાની ઉંમરમાં મોબાઈલનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. જો કે નાના બાળકો તેની આડઅસર વિશે જાણતા નથી હોતા. વર્તમાન સમયમાં માસૂમ બાળકો ફ્રી ફાયર સહિત અનેક પ્રકારની મોબાઈલ ગેમના રવાડે ચડી રહ્યાં છે. પોતાના અભ્યાસ અને ઘરના કામકાજને છોડીને નાના-નાના બાળકો આવી ગેમો રમવા લાગી જાય છે. તેઓ ગેમ રમવામાં એટલા ખોવાઈ જાય છે કે, પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેસે છે.

આ પણ વાંચો :ઉધના વિસ્તારમાં યુવકની હત્યા કરી આરોપીઓએ મૃતદેહ સાથે કર્યું એવું કે…

આ પણ વાંચો :અમદાવાદના સિવિલ હોસ્પિટલમાંથી GST કૌભાંડનો આરોપી નીરજ આર્યા ફરાર

આ પણ વાંચો :પાટનગર ગાંધીનગર ખાતે દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ ઝડપાયા