પતિ પત્નીનો સબંઘએ પ્રેમ,સમર્થન,સન્માન અને સમજદારના આધાર પર નિર્ભર હોય છે. પતિ પત્ની એક બીજા સાથે જીવનના સાર્થકતા અને સુખદાયક અનુભવ કરે છે.આ સબંધમાં પ્રેમ અને સમર્થનનુ મહત્વ ઘણુ હોય છે.પતિ અને પત્ની એક બીજા સાથે.વિશ્વાસ,આત્મસમર્પણ અને સંગઠનશીલતાની સાથે તેમનો સબંધ મજબુત રાખે છે. પતિ અને પત્ની વચ્ચે સન્માન અને સહાનુભૂતિ હોવી જરૂરી છે.
તમારી લાગણીઓ અને ભાવનાઓ ખુલ્લેઆમ ઇમાનદારી સાથે એક બીજા સાથે શેર કરો.અને તમારી વાત કહેવાથી ડરશો નહી. એક બીજાની વાતો ધ્યાનથી સાંભળો અને તેને સમજવાની કોશિસ કરો. જો તમે કોઇ વાતથી નારાજ છો તો તમારી નારાજગીને સ્પષ્ટ પણે શાંતિથી વ્યક્ત કરો.તમે ગુસ્સાથી વાત કરવા અથવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાથી બચો.
એક બીજાની વાત સાંભળો અને સમજો, જ્યારે તમારા પતિ અથવા પત્ની તમારા સાથે વાત કરી રહ્યા હોય તો, તેને ધ્યાનથી સાંભળો અને તેમની વાત સમજવાનો પ્રયત્ન કરો.તેમને વચ્ચે ટોકશો નહી, તમારી પત્ની તમારા કામની બાબતે ચર્ચા કરી રહી હોય ત્યારે તેને ધ્યાનથી સાંભળો અને તેને સમજો.
તમારી ભૂલનો સ્વીકાર કરો : જ્યારે તમે કોઇ ભુલ કરો છો.તો તમે તેનો સ્વીકાર કરો અને ભૂલની માફી માંગો.જ્યારે તમારા ઘરે જવામાં વાર લાગે તો તમે તમારી પત્ની પાસે માફી માંગો,અને તેમને કહીદો કે શેના કારણે વાર લાગી છે.
સમય : તમારા વ્યસ્ત જીવનમાં તેમના માટે સમય નીકાળો એ મહત્વનુ છે. તેમની સાથે મળીને રોમેન્ટીક અને મનોરંજક પ્રવૃત્તિ કરો. ડેટ પર જવુ,ફિલ્મ જોવા જવુ,અને ઘરમા કોઇ રમત રમો. અને મહિનામાં એક વાર ડેટ પર જવાનુ નિશ્ચિત કરો. આ દિવસોમાં એક બીજા સાથે સમય વીતાવો.
એક બીજા સાથે સમય વીતાવો : જ્યારે તમે એક સાથે હોવ તો એ સમયનો આનંદ લો અને એક બીજા સાથે વાતચીત કરો . અને જ્યારે તમે ઘરે હોવતો ટીવી કે ફોનનો ઉપયોગ ન કરીને એક બીજા સાથે વાતચીત કરો.
સન્માન કરો : તમારા પતિ કે પત્ની સાથે સન્માન અને ભાવનાઓ અને વિચારોને મહત્વ આપો. અને તેંમને ક્યારેય અપમાનીત ન કરો અને તેમની વાતને મહત્વ આપો.
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત