Not Set/ રોહિત શેખરની હત્યાનો મામલો: અપૂર્વાને તિહાર જેલ મોકલાઇ

રોહિત શેખરની હત્યા કરનાર તેની પત્ની અપૂર્વા તિવારીને આજે કોર્ટમાં હાજર કરાઇ હતી. કોર્ટે અપૂર્વાને 14 દિવસની કસ્ટડીમાં મોકલી છે. અપૂર્વાએ કોર્ટમાં અલગ બેરેકમાં રહેવા માટે વિનંતી કરી હતી પરંતુ કોર્ટે તેની વિનંતી ફગાવી હતી. જણાવી દઇએ કે પૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનું કોંકડુ જલ્દી ઉકેલાઇ ગયું હતું. ક્રાઇમ બ્રાન્ચને […]

India Trending
Apporva rohit shekhar tiwari 6 રોહિત શેખરની હત્યાનો મામલો: અપૂર્વાને તિહાર જેલ મોકલાઇ

રોહિત શેખરની હત્યા કરનાર તેની પત્ની અપૂર્વા તિવારીને આજે કોર્ટમાં હાજર કરાઇ હતી. કોર્ટે અપૂર્વાને 14 દિવસની કસ્ટડીમાં મોકલી છે. અપૂર્વાએ કોર્ટમાં અલગ બેરેકમાં રહેવા માટે વિનંતી કરી હતી પરંતુ કોર્ટે તેની વિનંતી ફગાવી હતી.

જણાવી દઇએ કે પૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનું કોંકડુ જલ્દી ઉકેલાઇ ગયું હતું. ક્રાઇમ બ્રાન્ચને શરૂઆતથી જ જેના પર શંકા હતી તે રોહિતની પત્ની જ ગુનેગાર નીકળી હતી અને પોલિસે કરેલી સઘન પૂછપરછમાં અંતે અપૂર્વાએ તેનો ગુનો કબુલ્યો હતો.

શરાબ પીવાને મામલે બોલાચાલી

આ હત્યાકાંડની તપાસ કરી રહેલા પોલિસ અધિકારી રાજીવ રંજને જાણકારી આપી હતી કે 16 એપ્રિલના રોજ રોહિત અને અપૂર્વા વચ્ચે મારપીટ થઇ હતી. ત્યારબાદ અપૂર્વાએ રોહિતને મોતને ઘાટ ઉતાર્યો હતો. એક મહિલા મિત્ર સાથે દારુની મહેફિલને લઇને રોહિત અને અપૂર્વા વચ્ચે બોલાચાલી થઇ હતી. હત્યા કર્યા બાદ અપૂર્વાએ પુરાવાઓ પણ નષ્ટ કર્યા હતા.

અપૂર્વાએ ગળુ દબાવીને કરી હત્યા

પોલિસ અનુસાર અપૂર્વાએ તેના ગુનાની કબુલાત કરતા જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે રોહિત અને તેની વચ્ચે ઝઘડો થયો હતો. રોહિતે શરાબનું સેવન કર્યું હતું. આ બન્ને વચ્ચેની ઉગ્ર બોલાચાલી બાદમાં મારપીટમાં ફેરવાઇ હતી. એ સમયે બન્ને એકબીજાને મારવાની કોશિશ કરી રહ્યા હતા. આ બાદ અપૂર્વાએ રોહિતનું ગળું દબાવીને હત્યા કરી હતી.