Not Set/ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ મામલે શક્તિ કપૂરનું અજીબો-ગરીબ નિવેદન

મુંબઈ તનુશ્રી દત્તા અને નાના પાટેકરના વિવાદે 10 વર્ષ પછી  ફરી સામે આવી રહ્યો છે. તનુશ્રીના આરોપ પર નાના પાટેકરે ચુપી સાધી રાખી છે. પરંતુ જલ્દી તેઓ તેમની વાત સામે લાવશે અને શક્ય છે કે તેઓ કોર્ટ પણ આશ્રય લેશે. જ્યાં સુધી બોલિવૂડનો પ્રશ્ન છે તો સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, વરુણ ધવન, અર્જુન કપૂર જેવા […]

Trending Entertainment
shan તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ મામલે શક્તિ કપૂરનું અજીબો-ગરીબ નિવેદન

મુંબઈ

તનુશ્રી દત્તા અને નાના પાટેકરના વિવાદે 10 વર્ષ પછી  ફરી સામે આવી રહ્યો છે. તનુશ્રીના આરોપ પર નાના પાટેકરે ચુપી સાધી રાખી છે. પરંતુ જલ્દી તેઓ તેમની વાત સામે લાવશે અને શક્ય છે કે તેઓ કોર્ટ પણ આશ્રય લેશે.

જ્યાં સુધી બોલિવૂડનો પ્રશ્ન છે તો સોનમ કપૂર, સ્વરા ભાસ્કર, વરુણ ધવન, અર્જુન કપૂર જેવા ઘણા સ્ટાર્સ તનુશ્રીના સપોર્ટ કરી રહ્યા છે. ઘણા લોકોને  નાના પાટેકરને કોઈ ભૂલ દેખાતી નથી. તો આવામાં અમિતાભ બચ્ચન જેવા સ્ટાર આ મામલે કઈ પણ બોલવાથી બચી રહ્યા છે.

1537942852 4324 તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ મામલે શક્તિ કપૂરનું અજીબો-ગરીબ નિવેદન

શક્તિ કપૂરને પણ તાજેતરમાં આ વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ આ મામલે અજીબો-ગરીબ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. શક્તિ કપૂરે કહ્યું કે તેઓ હાલમાં જ વિદેશથી આવ્યા છે અને તેઓને આ વિશે કંઈ ખબર નથી.

ત્યાર પછી તેઓએ આ વિવાદ વિશે કહેવામાં આવ્યું તો તેમને કહ્યું કે આ તો 10 વર્ષ પહેલાની વાત છે ને ત્યારે તો હું નાનો હતો. સીધી વાત છે કે શક્તિ કપૂર આ સવાલ પર મજાક ઉડાવીને બચવાનો પ્રયાસ કર્યો.

Image result for nana patekar tanushree dutta shakti kapoor

ઉલ્લેખનીય છે કે લગભગ 10 વર્ષ પહેલા ફિલ્મ ‘હોન ઓકે પ્લીઝ’ના સેટ પર તનુશ્રી દત્તાએ એવું કહીને ફિલ્મનું શુટિંગ કરવાનો ઇનકાર કર્યો હતો કે નાનાએ ડાન્સ સ્ટેપ બદલી દીધા છે જેથી તેઓ તનુશ્રીને સ્પર્શ કરી શકે. ત્યાર પછી કેટલાક બદામશ લોકો સેટ પર પહોંચ્યા અને તનુશ્રીની કારને નુકસાન પહોંચાડ્યું હતું.