ગરમીની સીઝનમાં આપણે કેટલીક એવી ભુલો કરી દેતા હોય છે જેના કારણે આપણને ભારે નુકસાન થતુ હોય છે. આ દિવસોમાં આકરી ગરમી છે જેના કારણે લોકોને બહાર નીકળવા પણ મુશ્કેલ લાગતું હોય છે. વાધારે ગરમી પડવાના કારણે કારમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. કારમાં આગ લાગવાના ઘણા બધા કારણો છે પણ કેટલાક એવા પણ કારણો છે જે લોકો ઘ્યાને નથી લેતા. આવો જાણીએ કાર આગ લાગવાના કેટલાક કારણો.
કારમાં આગ લાગવાનું કારણ જો તમારી કાર એવી જગ્યાએ પડી છે જ્યાં સીધો જ તડકો તેના કેબીન પર જાય છે તો તમને ભારે પડી છે. જો તમારી ગાડીમાં પ્લાસ્ટીકની ખાલી બોટલ પડી હોય તો તડકો સીધો જ તેના પર પડવાથી તે આગનું કારણ બની શકે છે. વધારે તડકો બોટલ પડવાથી તે બર્ન થઇ જાય છે જેના કારણે એ બોટલ સળગવાની સંભાવના વધી જાય છે. જો તમે તમારી કારમાં પ્લાસ્ટીકની બોટલ રાખતા હોવ તો તે આજથી જ બંધ કરો.
જો તમે તમારી કારમાં લાઇટર રાખો છો તો એ પણ તમારી કારને સળગાવી શકે છે. વધારે તડકાથી લાઇટર સળગી શકે છે. જો તમે તમારુ લેપટોપ કે મોબાઇલ કારમાં રાખો છો તો સાધો જ તડકો તેના પડે છે અને તે સળગી શકે છે.
આ બાબતોનું ખાસ ઘ્યાન રાખો
તમારી કારને થર્ડ પાર્ટીકે લોકલ એસેસરીઝ લગાવવાથી બચો. ઘણી વાર એવું બનતુ હોય છે કે લોકો સસ્તી વસ્તુના ચક્કરમાં કારમાં નકલી એસેસરીઝ લગાવી દેતા હોય છે અને લોકલ ગેરેજના મેકનિકથી તે ફિટ કરવી દેતા હોય છે.
ઘણી વખત વાયરિંગના કારણે પણ શોર્ટ સર્કિટ થતો હોય છે. આના સીવાય સસ્તી CNG કિટ પણ કારમાં લાગાવી દેતા હોય છે. તમે તમારી કારની સમયસર સર્વિસ કરાવો અને તેના ખરાબ પાર્ટને બદલાવો. તમારી કારને ગરમીની સીઝનમાં તેને ઠંડામાં જ પાર્ક કરો.
આ પણ વાંચો:આ ખાસ લાડુ ઉનાળામાં શરીરને રાખશે ઠંડક, રોજ ખાઓ, નબળાઈ અને થાક દૂર થશે, જાણો રેસિપી
આ પણ વાંચો:શારીરિક સંબંધ બાંધ્યા પછી મહિલાઓએ આ 5 કામ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો આ બીમારીનો ખતરો વધી શકે છે
આ પણ વાંચો:50 વર્ષની ઉંમરમાં પણ યુવાન દેખાવા અપનાવો કોરિયન સૌંદર્ય ટેકનિક