Gujarat Heavy rain/ ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી, 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં વરસાદના અંતિમ રાઉન્ડે Gujarat Heavy rain તોફાની બેટિંગનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ પડ્યો છે. આટલા વરસાદ પછી પણ સોમવારે છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા Gujarat flood સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Top Stories Gujarat
For Mantavya 2 1 ગુજરાતમાં મેઘરાજાની અવિરત સવારી, 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદના અંતિમ રાઉન્ડે Gujarat Heavy rain તોફાની બેટિંગનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ પડ્યો છે. આટલા વરસાદ પછી પણ સોમવારે છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા Gujarat flood સુધીમાં 94 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ મેંદરડામાં નોંધાયો છે અને વિસાવદરમાં નોંધાયો છે. બંને સ્થળોએ ચાર-ચાર ઇંચ વરસાદ ખાબકતા આ સ્થળો જળતરબોળ થઈ ગયા છે. ચોમેર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત વંથલીમાં પણ બે કલાકમાં બેઇંચ વરસાદ ખાબકતા આખુ પંથક પાણી-પાણી થઈ ગયું છે.

આ ઉપરાંત સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં Gujarat Heavy rain  ભારે વરસાદની આગાહીના લીધે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં પણ યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહીની શક્યતા છે. 20મી સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે Gujarat Heavy rain  વરસાદની આગાહી છે. પાટણ અને બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે. તેના પછી 21 સપ્ટેમ્બરે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં ત્રાટકેલા વરસાદમાં જોઈએ તો ખેડબ્રહ્મા, દસાણા, કડાણામાં પોણા ત્રણ ઇંચ, વંથલી, ડીસા અને વિજાપુરમાં પણ તેટલો જ વરસાદ પડ્યો હતો. ગાંધીનગર, ઠાસરા, બેચરાજી, ભિલોડા, Gujarat Heavy rain  દેવગઢ બારિયા, વિસનગર, કલોલ, ઝાલોદ, ખાનપુર, પાવી જેતપુર, પાટણ, મહેમદાવાદના ગરબાડા, કલોલ, દસક્રોઈ, હાલોલ, સાણંદ, વિજયનગર, ધાનપુર ઉમરેઠમાં ત્રણથી સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

આ ઉપરાંત અમદાવાદ, ડેસર, સિંગવડ, જાંબુઘોડા, મોડાસા, સંતરામપુર, ગળતેશ્વર અને દહેગામમાં પોણા ચાર ઇંદ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દહેગામમાં પોણા પાંચ ઈંચ, માણસામાં સવા પાંચ ઇંચ, નડિયાદમાં સવા પાંચ ઇંચ, મેઘરજમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત કઠલાલમાં પોણા છ ઇંચ, કડીમાં છ ઇંચ, મહુધામાં છ ઇંચ, લીમખેડામાં છ ઇંચ, કપડવંજમાં સવા છ ઇંચ, પ્રાંતિજમાં સાત ઇંચ, લુણાવાડામાં સાત ઇંચ, મોરવાહડફમાં સાત ઇંચ વરસાદ ત્રાટક્યો હતો.

આ ઉપરાંત બાયડમાં સવા આઠ ઇંચ, મોરવાહડફમા સાડા સાત ઇંચ, ધનસુરામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વીરપુરમાં પણ આટલો જ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ ખાબક્યો છે.

 

આ પણ વાંચોઃ Gujarat flood/ભરૂચમાં ભયજનક બની નર્મદાઃ અંકલેશ્વર પણ પાણીમાં, હાઇવે-રેલ્વે બંધ

આ પણ વાંચોઃ રેવાનું રોદ્ર રૂપ/નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ,મધ્યરાત્રીએ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને અપાયું એલર્ટ

આ પણ વાંચોઃ કરુણાંતિકા/જામનગરમાં પુત્રના મોતના સમાચાર સાંભળીને માતાએ પણ છોડ્યા પ્રાણ

આ પણ વાંચોઃ અમદાવાદ વરસાદ/અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચોઃ ગણેશોત્સવ સ્પેશિયલ/જામનગર મહાનગર પાલિકા દ્વારા ગણેશ મહોત્સવને લઇ આવી કરાઈ તૈયારીઓ