Not Set/ વડોદરા/ જમાઈએ સાસુ-સસરા પર કર્યો જીવલેણ હુમલો, સસરાનું મોત, સાસુ ગંભીર

વડોદરામાં તરસાલી વિશાલ નગરમાં જમાઈએ સસરાની હત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જમાઇ મિતુલેએ સાસુ-સસરા પર જીવલેણ હુમલો કર્યો. જેમાં સસરા જય પ્રકાશ દરજીનું ઘટના સ્થળે મોત થઇ ગયું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં છૂટાછેડાનો મામલો હોવાની ચર્ચા સામે આવી છે. મકરપુરા પોલીસે ઘટનસ્થળેથી હત્યારા જમાઇને ઝડપી […]

Gujarat Vadodara
5ab1408c420b350b59f1463677fbfb2d વડોદરા/ જમાઈએ સાસુ-સસરા પર કર્યો જીવલેણ હુમલો, સસરાનું મોત, સાસુ ગંભીર

વડોદરામાં તરસાલી વિશાલ નગરમાં જમાઈએ સસરાની હત્યા કરી હોવાનો ચકચારી કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. જમાઇ મિતુલેએ સાસુ-સસરા પર જીવલેણ હુમલો કર્યો. જેમાં સસરા જય પ્રકાશ દરજીનું ઘટના સ્થળે મોત થઇ ગયું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં છૂટાછેડાનો મામલો હોવાની ચર્ચા સામે આવી છે. મકરપુરા પોલીસે ઘટનસ્થળેથી હત્યારા જમાઇને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર વડોદરાના તરસાલીના વિશાલ નગરમાં જયપ્રકાશ સૂર્યકાંત દરજીની દીકરી ભૂમિકાના દોઢ વર્ષ પહેલા સનફાર્મા રોડ પર હરિદર્શન બંગ્લોઝ પાસે રહેતા મિતુલ ટેલર સાથે લગ્ન થયા હતા. ભૂમિકા ગર્ભવતી બન્યા બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા હતા. જેનાથી કંટાળી ભૂમિકા પિયરે આવી ગઈ હતી. જ્યાં તેને દીકરીનો જન્મ થયો હતો. પણ દીકરીના જન્મ બાદ ભૂમિકા સાસરે જતી ન હતી.

મિતુલે મનમાં ધારણા બાંધી લીધી હતી કે તેના સાસુ સસરા પત્નીને ઘરે આવવા દેતા નથી. જેના ગુસ્સામાં મિતુલ પોતાના સાસરે ચપ્પુ લઇને આવ્યો હતો. સાસરીમાં ભૂમિકાના માતાપિતા સાથે બોલાચાલી થતાં જ મિતુલે ચપ્પુથી બંને પર હુમલો કરી દીધો હતો. આ લોકોની બૂમો સાંભળીને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા પરંતુ મિતુલ એટલા જૂનુનમાં હતો કે કોઈએ તેને રોકવાની હિંમત કરી ન હતી.

આ ખૂની ખેલમાં સસરાને મિતુલે ચપ્પાના સાત ઘા મારી દીધા હતા. વચ્ચે પડેલાં સાસુને પણ લોહીલુહાણ કરી દીધા હતા. સસરાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સાસુને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે ભૂમિકાએ કહ્યું કે, મિતુલના પિતા તેના પર ગંદી નજર રાખતા હતા. જેથી તે પોતાની સાસરીમાં જતી ન હતી. એટલું જ નહીં મિતુલે સસરાની હત્યા બાદ ભૂમિકાને ધમકી આપી હતી કે, જેલથી બહાર આવીને તારા ભાઈને પણ જાનથી મારી નાખીશ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.