વડોદરા,
વડોદરાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વોટ્સએપ ગ્રુપમાં થયેલા પેપર લીક મામલે વિપક્ષ આક્રામક મોડમાં જોવા મળી રહી છે. જેને લઈને વિપક્ષી સભ્યો ફતેપુરાની શાળા ખાતે પહોચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી અને આ વોટ્સ ગ્રુપના એડમીન માર્ગેશ જયસ્વાલ કે જે ફતેપુરાની શાળામાં ફરજ બજાવે છે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
વિપક્ષનું કહેવું છે કે, માર્ગેશ જયસ્વાલ ગ્રુપના એડમીન છે અને સમિતિના સભ્ય પણ છે ત્યારે તેમની જાણ બહાર આવું થાય તે શક્ય નથી. તો બીજી તરફ શિક્ષક માર્ગેશ જયસ્વાલ આ મામલે પોતે નિર્દોષ હોવાનું રટણ રણી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ માત્ર ગ્રુપના એડમિન છે કોઈએ મેસેજ કર્યો તેની તપાસ થવી જોઈએ.