Not Set/ કચ્છ : મોરની હત્યા મામલે વિરોધ : 400થી વધુ લોકો ઉપવાસ પર

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગાગોદર ગામે મોરની હત્યા બાબતે 14 ગામના લોકોએ ગંભીર વિરોધ નોંધાવીને બંધ પાળ્યો હતો. ત્યારે મોર હત્યા બાબતે વન વિભાગની રાપર દક્ષિણ, રાપર ઉતર, આડેસર રેન્જના અધિકારીઓએ પરપ્રાંતિય મજૂરોના ઝુપડામાંથી મરેલા મોરના અવશેષો કબ્જે કરીને 12 આરોપઓને શકમંદ તરીકે પકડી પાડ્યા હતા. આ આરોપીઓને તપાસકર્તા અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ […]

Top Stories Gujarat Others
KTC Peacock કચ્છ : મોરની હત્યા મામલે વિરોધ : 400થી વધુ લોકો ઉપવાસ પર

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગાગોદર ગામે મોરની હત્યા બાબતે 14 ગામના લોકોએ ગંભીર વિરોધ નોંધાવીને બંધ પાળ્યો હતો. ત્યારે મોર હત્યા બાબતે વન વિભાગની રાપર દક્ષિણ, રાપર ઉતર, આડેસર રેન્જના અધિકારીઓએ પરપ્રાંતિય મજૂરોના ઝુપડામાંથી મરેલા મોરના અવશેષો કબ્જે કરીને 12 આરોપઓને શકમંદ તરીકે પકડી પાડ્યા હતા.

KTC Peacock 3 e1538820025296 કચ્છ : મોરની હત્યા મામલે વિરોધ : 400થી વધુ લોકો ઉપવાસ પર

આ આરોપીઓને તપાસકર્તા અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ વન વિભાગ દ્વારા આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા નહતા.

KTC Peacock 2 e1538820074145 કચ્છ : મોરની હત્યા મામલે વિરોધ : 400થી વધુ લોકો ઉપવાસ પર

તેથી ગાગોદર સહિતના ગામલોકોમા રોષની લાગણી ફેલાઈ હતી. અને તપાસ કરનાર વન અધિકારી સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ઉપરાંત મોર હત્યાના વિરોધ મામલે 400થી વધારે લોકો ઉપવાસ બેઠા હોવાનું જાણવા મળી રહ્યું છે.