Not Set/ આ કારણોસર સોનમ કપૂરે ટ્વીટરને કહી દીધું અલવિદા

મુંબઇ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર માઈક્રો બ્લોગિંગ સાઈડ ટ્વીટરને અલવિદા કહી દીધું છે. છેલ્લા ઘણા સમયથી સોનમ કપૂરને ટ્વીટર પર અલગ-અલગ મુદ્દાઓના કારણે ટ્રોલ કરવામાં આવી રહી હતી. 6 ઓક્ટોબરે 11.40 am પર સોનમએ ટ્વીટર પર લખ્યું કે “હું થોડા સમય માટે ટ્વીટરથી દૂર જઈ રહી છું. આ ખુબ જ નકારાત્મક થઇ રહ્યું છે. બધાને શાંતિ અને પ્યાર.” […]

Uncategorized
lklk આ કારણોસર સોનમ કપૂરે ટ્વીટરને કહી દીધું અલવિદા

મુંબઇ

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર માઈક્રો બ્લોગિંગ સાઈડ ટ્વીટરને અલવિદા કહી દીધું છે. છેલ્લા ઘણા સમયથી સોનમ કપૂરને ટ્વીટર પર અલગ-અલગ મુદ્દાઓના કારણે ટ્રોલ કરવામાં આવી રહી હતી. 6 ઓક્ટોબરે 11.40 am પર સોનમએ ટ્વીટર પર લખ્યું કે “હું થોડા સમય માટે ટ્વીટરથી દૂર જઈ રહી છું. આ ખુબ જ નકારાત્મક થઇ રહ્યું છે. બધાને શાંતિ અને પ્યાર.”

તેના ટ્વીટર પર જો કે સોનમ કપૂરે એવું પણ કહ્યું કે આ શું ચીજ છે. જેના કારણે તેનું ટ્વીટર પરથી મન ભંગ થઇ ગયું. એટલું જ નહિ તેને એ પણ લખ્યું કે એ ક્યારે આ મીડીયા પર પરત આવશે.

એક યુઝરે 4 ઓક્ટોબરે ટ્વીટ દ્રારા સોનમને એ સલાહ આપી કે તે મુંબઈના પ્રદુષણ પર ફરિયાદ કરવાના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટથી સફર કરવાનું શરુ કરે.

યુઝરે લખ્યું કે આ બધું તમારા જેવા લોકોના કારણે જ છે. તમે ન તો પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ન તો ઓછા પ્રદુષણ ફેલાવા વાળા વાહનોનો ઉપયોગ કરો છે. શું તમે જાણો  છો તમારી લક્ઝરી કાર 3-4 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે.? અને 10 થી 20 ડીગ્રી પર ચાલવા વાળા તમારા ઘરના એરકન્ડીશનર પણ ગ્લોબલ વોર્મિંગના માટે એટલા જ જવાબદાર છે.