LD Engineering College/ LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનના ભોજનમાં 27 ટકાનો વધારો, વિદ્યાર્થી સંગઠનનો વિરોધ

NSUI વિદ્યાર્થી સંગઠનનું કહેવુ છે કે વિદ્યાર્થીઓને પોસાય તે કીમંતે ભોજન મળવું જોઈએ. ત્રણ મહિના પહેલા હજુ કેન્ટીનમાં ડીશનો ભાવ 55 રૂપિયા હતો તે વધારી 70 કરવામાં આવ્યો હતો.

Uncategorized
મૃત્યુદરમાં થશે ઘટાડો 14 LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનના ભોજનમાં 27 ટકાનો વધારો, વિદ્યાર્થી સંગઠનનો વિરોધ

અમદાવાદ : એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)ના વિદ્યાર્થી સંગઠને ભોજનમાં ભાવ વધારા મામલે વિરોધ નોંધાવ્યો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં વિદ્યાર્થીઓને ભોજન પૂરુ પાડવામાં આવે છે. કોલેજ કેન્ટીને હાલમાં ભોજનમાં 27 ટકાનો વધારો કર્યો છે. અચાનક કોલેજ કેન્ટીના ભોજનના ભાવમાં ધરખમ વધારો કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે.

અમદાવાદ ખાતે આવેલ એલડી એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College ) સરકારી કોલેજ છે. તાજેતરમાં કોલેજની કેન્ટીનમાં પીરસતા ભોજનમાં 27 ટકાનો વધારો કર્યો. આ ભાવ વધારોનો NSUI વિદ્યાર્થી સંગઠન દ્વારા થાળી વગાડીને વિરોધ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે હજુ થોડા સમય પહેલા જ કોલેજ કેન્ટીનમાં ડિશના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે ફરી ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ડિશનો ભાવ 55 થી 70 રૂપિયા કરતા વિદ્યાર્થીઓએ થાળી-ચમચી ખખડાવી પ્રશાસન સામે વિરોધ નોંધાવ્યો. આ ભાવ વધારાની આર્થિક રીતે નબલા વર્ગના વિદ્યાર્થીઓ અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પર બોજ પડી શકે.

વિદ્યાર્થી સંગઠને કેન્ટીનમાં ડીશના ભાવમાં 27ટકા જેટલો ધરખમ વધારો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા NSUI કાર્યકરોએ ભાવ વધારા મુદ્દે પ્રશાસન સામે વિરોધ દર્શાવતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. NSUI વિદ્યાર્થી સંગઠનનું કહેવુ છે કે વિદ્યાર્થીઓને પોસાય તે કીમંતે ભોજન મળવું જોઈએ. ત્રણ મહિના પહેલા હજુ કેન્ટીનમાં ડીશનો ભાવ 55 રૂપિયા હતો તે વધારી 70 કરવામાં આવ્યો હતો. અને હવે ફરી પાછો 27 ટકા વધારતા હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે મોટી સમસ્યા બની છે.

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના સભ્યોનું એક પ્રતિનિધિમંડળ પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં  LD Engineering Collegeના પ્રિન્સીપાલ સાથે મુલાકાત કરી માંગણી કરી હતી કે આ વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ અને ભોજનની ડીશમાં જૂનો ભાવ જ ચાલુ રાખવો જોઈએ. આ મામલે LDCE ના પ્રિન્સીપાલે સ્પષ્ટતા કરી કે કોલેજ કેન્ટીન માટે અલગ-અલગ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. કોઈ કોન્ટ્રાક્ટર કરાર કરતા વધારે રૂપિયા લે તો તેની સામે કરારભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ અનેક વખત વિવાદમાં સપડાઈ છે. આ વર્ષમાં કોલેજની હોસ્ટેલમાં રહેતા સુરતના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી.અને એક પ્રોફેસરે પણ આ વર્ષે આત્મહત્યા કરી હતી. પ્રોફેસરે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેઓ કામના ભારણથી આત્મહત્યા કરી રહ્યા છે. હવે એલડી એન્જિનિયરિંગ કોલેજ કેન્ટીનમાં ડીશના ભાવ વધારાને લઈને ફરી વિવાદમાં જોવા મળી.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :