Not Set/ ભારતનાં સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયામાં ખેંચતાણનાં સંકેત

સોમવારે જ્યારે BCCIએ તમામ ખેલાડીઓને મુંબઈમાં ભેગા થવાનું કહ્યું ત્યારે વિરાટ અહીં જોવા મળ્યો નહતો. તેને વિરાટનાં બોર્ડ પ્રત્યેનાં આક્રોશ તરીકે જોવામાં આવ્યું હતું. 

Sports
વિરાટ અને વિવાદ
  • ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ ચર્ચામા
  • ટીમ ઈન્ડિયામાં ખેંચતાણના સંકેત
  • વિરાટ કોહલી નહીં રમે વન-ડે સિરિઝ
  • દિકરીના જન્મદિવસની ઉજવણીનું આપ્યું કારણ
  • 11 જાન્યુઆરીએ છે દિકરી વામિકાનો પહેલો જન્મદિવસ
  • વિરાટને તાજેતરમાં જ વન-ડેના કપ્તાન પદેથી દુર કરાયા છે
  • T20ની કપ્તાની છોડ્યા બાદ દુર કરાયા છે
  • વિરાટ કોહલીની નારાજગીની ચર્ચાઓ જોરમાં

વિરાટ કોહલીને કેપ્ટન પદમાંથી હટાવ્યા બાદ લગભગ રોજ ટીમ ઈન્ડિયાથી જોડાયેલા કોઇને કોઇ સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, રોહિત શર્માને ODI ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, ત્યારે માનવામાં આવે છે કે વિરાટ BCCIનાં આ નિર્ણયથી નારાજ છે. તેનું કારણ એ છે કે ત્રણ મહિના પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ વિરાટે વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ BCCI એ તેની વાત ન માની. સોમવારે જ્યારે BCCIએ તમામ ખેલાડીઓને મુંબઈમાં ભેગા થવાનું કહ્યું ત્યારે વિરાટ અહીં જોવા મળ્યો નહતો. તેને વિરાટનાં બોર્ડ પ્રત્યેનાં આક્રોશ તરીકે જોવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – જન્મ દિવસ / ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન ધોનીનાં કારણે મારી કારકિર્દીનું થયું પતન : કુલદીપ યાદવ

ભારતીય ક્રિકેટ ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસે રવાના થયેલી ટેસ્ટ ટીમ મુંબઈ પહોંચી ગઈ છે પરંતુ કેપ્ટન વિરાટ કોહલી હજુ સુધી પહોંચ્યો નથી. ઘણા મીડિયા સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે તેમનો ફોન નંબર પણ ઉપલબ્ધ નથી અને તે ક્યાં છે તે પણ જાણી શકાયું નથી. ભારતીય ટીમે 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. આ પછી વનડે સીરીઝ પણ રમાશે. ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરાયેલી ટીમ ગઇ કાલે એટલે કે સોમવારે મુંબઈ પહોંચી છે. ટેસ્ટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી સિવાય ટીમનાં તમામ સભ્યો મુંબઈ પહોંચી ગયા છે. હવે અહીં દરેકને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે. 16મીએ ટીમ દક્ષિણ આફ્રિકા જશે. વળી, વિરાટ કોહલી વિશે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે અંગત સમસ્યાને કારણે મુંબઈ પહોંચી શક્યો નથી. તે પછી આવશે. જો વિરાટ કોહલી બાદમાં આવશે તો તે ટીમ સાથે મુલાકાત કરી શકશે નહીં. તેમને અલગથી ક્વોરેન્ટિન કરવામાં આવશે. તે ટીમનાં સભ્યોને ત્યારે જ મળી શકશે જ્યારે ટીમ સીધી દક્ષિણ આફ્રિકા જશે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં જ BCCIએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ODIની કમાન રોહિત શર્માને સોંપી છે, જોકે ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર પણ વચ્ચે આવ્યા, BCCI વિરાટ કોહલીથી નારાજ છે, જોકે આ અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી. વળી એવુ પણ કહેવાઇ રહ્યુ છે કે, કોહલીની વન-ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહી હોય, જેની પાછળ તેણે તેની દિકરી વામિકાનાં જન્મ દિવસનું કારણ બતાવ્યુ છે. જો કે તે વાતની હજુ પુષ્ટી થઇ નથી.

આ પણ વાંચો – ભારત માટે એક મોટો ફટકો / દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માના સ્થાને પ્રિયાંક પંચાલની પસંદગી કરાઇ

દક્ષિણ આફ્રિકા પ્રવાસની વાત કરીએ તો પ્રથમ ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે રમાવાની છે. આ પછી 3 જાન્યુઆરીથી બીજી ટેસ્ટ મેચ અને 11 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ પછી 19 જાન્યુઆરીથી વનડે સીરીઝ શરૂ થશે. જેમાં 19 જાન્યુઆરી, 21 જાન્યુઆરી અને 23 જાન્યુઆરીએ વનડે મેચો રમાશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…