ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, જે મેદાનમાં અને વ્યવસાયિક રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે જાણીતા છે, જ્યારે તેઓ તેના પરિવાર સાથે લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા સેન્ટ જેમ્સ કોર્ટ હોટેલમાં પહોંચ્યો ત્યારે તે આશ્ચર્યમાં આવી ગયો હતો. તમામની આંખો ઉત્સાહિત કેપ્ટન વિરાટ કોહલીનાં પર રહેશે કે મહત્વપૂર્ણ બીજી ટેસ્ટ મેચમાં તે કેવી રીતે પોતાની ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 12 ઓગસ્ટથી લોર્ડ્સમાં પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ રમાશે.
આ પણ વાંચો – Cricket / ધોનીને લઇને દિનેશ કાર્તિકે આપ્યુ મોટું નિવેદન, કહ્યુ – તેના કારણે મારા ટીમ ઈન્ડિયામાં…
નોટિંઘમમાં પ્રથમ મેચ દરમ્યાન સતત વરસાદને કારણે પરિણામ આવી શક્યું નથી. આ મેચ ડ્રો રહી હતી. રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમ સવારે 11 વાગ્યા સુધીમાં લંડન જવા રવાના થઈ હતી. તમામ સભ્યોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ટીમનાં કેટલાક ખેલાડીઓએ નોટિંઘમ છોડવાના તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જો કે, હોટલ પહોંચતા જ કેપ્ટન કોહલી અને તેના પરિવારને આશ્ચર્ય થયું. જણાવી દઇએ કે, હોટલનાં સ્ટાફે કોહલીની પુત્રી વામિકા માટે કંઈક ખાસ કર્યું હતુ. સેન્ટ જેમ્સ કોર્ટનાં સ્ટાફે એક બલૂન પર લખ્યું, ‘Welcome again dear lady’. આ બલૂન કોહલી જ્યાં રહે છે તે રૂમમાં મુકવામાં આવ્યુ છે. લંડનની હોટલમાં વામિકાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Indian team has reached London for the second Test and they have welcomed Virat and his family. #ENGvIND pic.twitter.com/XaeMG3Zi7p
— Johns. (@CricCrazyJohns) August 9, 2021
આ પણ વાંચો – નવી શરૂઆત / હવે Messi નો પેરિસ સેન્ટ-જર્મન સાથે બે વર્ષનો કરાર, દર વર્ષે $ 41 મિલિયન કમાશે
વિરાટ કોહલીની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ વામિકાનાં આ ખાસ હાવભાવની પ્રશંસા કરી અને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કર્યો છે. આપને જણાવી દઈએ કે, વિરાટ કોહલી-અનુષ્કાને ભારતનાં સૌથી શક્તિશાળી યુગલોમાંથી એક માનવામાં આવે છે. કોહલીનાં બંને સોશિયલ મીડિયા પર વિરૂષ્કા તરીકે લોકપ્રિય છે. વિરૂષ્કાને પણ ચાહકો તરફથી ઘણો પ્રેમ મળે છે કારણ કે બંને ચાહકોને સમય-સમય પર તેમના ફોટા અને વીડિયો પોસ્ટ કરીને અપડેટ રાખે છે. માત્ર એક મહિના પહેલા, અનુષ્કા શર્માએ પુત્રી વામિકાનાં છ મહિના પૂરા થવા પર લખ્યું હતું, ‘તેનું એક સ્મિત અમારી આસપાસની સમગ્ર દુનિયા બદલી નાખે છે. હું આશા રાખું છું કે જે રીતે તુ અમને જુએ છે, અમે બન્ને તે પ્રેમ પર ખરા ઉતરી શકીએ. આપણને ત્રણને હૈપ્પી 6 મહિના.’
