રોડ અકસ્માત/ દ્વારકા નજીક અકસ્માતમાં અમદાવાદનાં ચાર યાત્રાળુનાં કમકમાટી ભર્યા મોત

આ પરિવાર અમદાવાદ થી દ્વારકા દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરી અમદાવાદ પરત ફરતી વખતે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Top Stories Gujarat Others
દ્વારકા નજીક અકસ્માતમાં અમદાવાદનાં ચાર યાત્રાળુનાં કમકમાટી ભર્યા મોત

રાજ્યમાં અકસ્માતનું પ્રમાણ સતત વાદધિ રહ્યું છે. આજ રોજ પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક એક ગોજારા  અકસ્માતની ઘટના બની છે. જેમાં ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. જેમાં ત્રણ  મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકા નજીક આંબલીયા ચોકડી , ચરકલા ,  પાસે બે  કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 વ્યકિત ના મોત થાય હતા. અને એક  બાળકને 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

દ્વારકા થી અમદાવાદ જતા સમયે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ત્રણ  મહિલા સહિત ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. બે કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદ નાં ચાર યાત્રાળુ નાં મોત નિપજ્યાં હતા. જેમાં નીચે જણાવેલ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

1. મધુબેન વિજયભાઈ મારવાડી ઉ.55
2. ભૂમિ બેન જયેશ ભાઈ ચોધરી 36
3. પૂજાબેન રોનક ભાઈ રાજપૂત 30
4. રોનકભાઈ વિજયભાઈ રાજપૂત 32.

આ પરિવાર અમદાવાદ થી દ્વારકા દર્શન કરવા માટે આવ્યા હતા. દર્શન કરી અમદાવાદ પરત ફરતી વખતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં  ત્રણ મહિલા સહિત એક યુવાન નું અવસાન થયું હતું.  બનાવ ની જાણ દ્વારકા 108 ને થતા ચારે લોકોને દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક યુવાન ને સામાન્ય ઇજા થઇ હતી જેને જામનગર ખસેડવામાં આવ્યો છે.

ભરૂચ 4 દ્વારકા નજીક અકસ્માતમાં અમદાવાદનાં ચાર યાત્રાળુનાં કમકમાટી ભર્યા મોત

National / 2014-2021 દરમિયાન આટલા કરોડ નકલી રેશનકાર્ડ થયા રદ

Indian Railway / ટ્રેનમાં મળશે ફ્લાઈટ જેવી સુવિધા, હોસ્ટેસની કરાશે નિયુક્તિ