Gujarat News: બાંગ્લાદેશની અરાજકતાની સ્થિતિના કારણે ભારતને મોટું નુકસાન થયું છે. ભારત બાંગ્લાદેશમાં અનેક વસ્તુઓની નિકાસ કરે છે. જયારે તેની સામે આયાત કરાતી વસ્તુઓ ઓછી છે. બાંગ્લાદેશમાં ઉદભવેલ રાજકીય અસ્થિરતાના કારણે ભારત અને ખાસ કરીને ગુજરાતના વેપારને મોટો ફટકો પડ્યો છે. પોર્ટ પર મોટો ઓર્ડર માટેનો સામાન અટવાઈ ગયો છે. તેમજ બાંગ્લાદેશમાં જતી માલસામાન ભરેલ બહુ બધી ટ્રકો પણ અટવાઈ પડી છે. ભારત બાંગ્લાદેશ સાથે 13 થી 16 બિલિયન ડોલર જેટલી વિવિધ વસ્તુઓની નિકાસ કરે છે. તેની સામે બાંગ્લાદેશમાંથી મંગાવતી વસ્તુઓની સંખ્યા ઓછી છે. ભારત બાંગ્લાદેશમાં સૌથી વધુ ટેક્સટાઈલ અને મસાલાની નિકાસ કરે છે.
મસાલામાં ઉપયોગમાં લેવાતા મરીનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. જ્યારે સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને પણ અસર થઈ છે. મસાલા અને ટેક્સટાઈલની ભારત સૌથી વધુ નિકાસ કરે છે. આથી બાંગ્લાદેશની સ્થિતિના કારણે ગુજરાતને મોટો ફટકો પડ્યો છે. ગુજરાતના મસાલા અને ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થયું છે. અંદાજ મુજબ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને 500 કરોડ અને મસાલામાં 3000 કરોડના ધંધા પર માઠી અસર થઈ છે. જો કે ઉદ્યોગ નિષ્ણાતનું કહેવું છે કે લાંબા ગાળે આ બંને ઉદ્યોગમાં લાભ થઈ શકે છે. જે વસ્તુઓની નિકાસ બાંગ્લાદેશમાં થતી હતી તેના બદલે હવે અન્ય દેશોમાં આ વસ્તુઓની નિકાસ કરતાં ઊંચા ભાવ મળી શકે છે. હાલમાં ભારતના મરી-મસાલાની વિદેશોમાં ઊંચી માંગ છે. ચીન, મલેશિયા અને થાઈલેન્ડ ઉપરાંત બાંગ્લાદેશ ભારતીય મરચાંની આયાત કરતો દુનિયાનો ચોથો દેશ છે.
બાંગ્લાદેશ જતી 150થી વધુ ટ્રકોને સરહદ પર જ રોકવામાં આવી છે. આ સ્થિતિના કારણે બાંગ્લાદેશમાં થતો આયાત-નિકાસનો વેપાર હાલ ઠપ્પ છે. હાલની બાંગ્લાદેશની સરકાર ભારત તરફી નથી. આથી મસાલા અને ટેક્સટાઈલના વેપારીઓ ચિંતિત બન્યા છે. જો કે ભારતનો માલસામાન પાછો આવે તો પણ લાભ થશે. વિદેશોમાં નિકાસ કરાતા મરચું, હળદર, જીરું, તલ અને ઇસબગુલ જેવા ભારતીય મસાલા બાંગ્લાદેશમાં નિકાસ થતા હતા. હવે આ મસાલા હવે બાંગ્લાદેશ તેમજ એશિયાના દેશો ઉપરાંત યુરોપના અન્ય દેશોમાં પણ નિકાસ કરી શકીએ છીએ.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….
આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ
આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત
આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે
