Not Set/ વિજય રૂપાણી માટે અગ્નિ પરીક્ષા બની રહેશે રાજકોટ પશ્ચિમની બેઠક.જાણો શું છે એજન્ડા?

રાજકોટ, ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકીય અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનુ છે. રાજ્યના વિજય રૂપાણીને પોતાની જ વિધાનસભા બેઠક રાજકોટ પશ્ચિમ પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુ તરફથી મજબુત ટક્કર મળી રહી છે.એ સિવાય હાર્દિક પટેલે ગયા અઠવાડિયે મઉવામાં કરેલી જંગી રેલી પછી વિજય રૂપાણીની ઉંઘ ચોક્કસ ઉડી હશે.હજારો માણસોની આ રેલીમાં હાર્દિકે ભાજપને […]

Gujarat

રાજકોટ,

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકીય અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનુ છે. રાજ્યના વિજય રૂપાણીને પોતાની જ વિધાનસભા બેઠક રાજકોટ પશ્ચિમ પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુ તરફથી મજબુત ટક્કર મળી રહી છે.એ સિવાય હાર્દિક પટેલે ગયા અઠવાડિયે મઉવામાં કરેલી જંગી રેલી પછી વિજય રૂપાણીની ઉંઘ ચોક્કસ ઉડી હશે.હજારો માણસોની આ રેલીમાં હાર્દિકે ભાજપને હરાવવાનું આહવાન કર્યું હતું.

રાજકોટ પશ્ચિમની સીટ પરંપરાગત રીતે આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપ ઉમેદવાર વજુભાઈ વાળા આ બેઠક પરથી સાત વખત ચુંટાયા હતા. તેમજ તેમના રાજ્યપાલ બન્યા બાદ વિજય રૂપાણી પણ આજ બેઠક પરથી પેટાચુંટણી લડી વિધાનસભા પહોંચ્યા હતા અને ગણતરીના મહિનામાં જ કેબિનેટ મંત્રીપ્રદેશ ભાજપ અધ્યક્ષથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર ખેડી હતી.

રાજકોટ પશ્ચિમની આજ બેઠક પરથી મોદીએ પોતાના જીવનની પ્રથમ ચુંટણી લડી હતી. જે આજે દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી ગયા છે.એટલે આ બેઠકને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. જાકે આ વખતે રૂપાણી માટે આ બેઠક બચાવવી મોટો પડકાર છે. રૂપાણી સામે કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજયગુરુ મેદાનમાં છેજે સૌરાષ્ટ્રના સૌથી અમીર ઉમેદવાર છે. આ બેઠક સૌરાષ્ટ્રના રાજકારણનુ કેન્દ્ર છે. મોદી સહિત  ભાજપના સ્ટાર પ્રચારક અહીં રેલી કરી ચુક્યા છે. જ્યારે રાહુલ ગાંધી પણ અહીંનો પ્રવાસ કરી ચુક્યા છે. પરંતુ આ વખતે આ બેઠક પર પાટીદાર નેતા હાર્દિક પટેલ મહત્વનુ ફેક્ટર છે.  તેમણે મંજુરી વિના પણ અહીં સભા કરીને જંગી  જનમેદની એકઠી કરી હતી. જેથી ભાજપને માર્ગ વધુ મુશ્કેલ બન્યો છે. સત્તા વિરોધી લહેર પણ લોકોમાં જોવા મળી રહી છે. જે લોકોએ અગાઉ રૂપાણીને વોટ આપ્યા હતા તેઓ પણ આ વખતે વોટ આપતા ખચકાઈ રહ્યા છે.

અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારે જાહેરાત તો ખૂબ કરી પરંતુ યોજનાનો અમલ થયો નથી. મુદ્રા યોજનામાં બેંકો લોન આપવા તૈયાર નથીરેરા એક્ટ અટકેલો પડ્યો છેસ્કુલો ફી ઘટાડવા તૈયાર નથીપાક વીમાની રકમ મળી નથી. આવી સ્થિતિમાં રૂપાણીનો માર્ગ વધુ મુશ્કેલ બની રહ્યો છે.