Not Set/ ધુમ્મસની અસર અમદાવાદ એરપોર્ટ પણ જોવા મળી, 43 ફ્લાઈટને અસર

ખરાબ હવામાન અને ધુમ્મસની અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર દેખાઈ રહી છે. 29 ડિસેમ્બરના રોજ દિલ્હી એરપોર્ટથી, જ્યાં ઘણા વિમાનો મોડા ઉડ્યા હતા, ઘણા સમયસર ઉતરાણ કરવામાં અસમર્થ હતા. ધુમ્મસની અસરને કારણે દિલ્હી એરપોર્ટ ઉપરાંત લખનૌ એરપોર્ટ, ચંદીગઢ એરપોર્ટ, જયપુર એરપોર્ટ, પટના એરપોર્ટ, કોલકાતા એરપોર્ટ, ભુવનેશ્વર એરપોર્ટ, દેહરાદૂન એરપોર્ટ, જમ્મુ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ પર […]

Ahmedabad Gujarat

ખરાબ હવામાન અને ધુમ્મસની અસર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર દેખાઈ રહી છે. 29 ડિસેમ્બરના રોજ દિલ્હી એરપોર્ટથી, જ્યાં ઘણા વિમાનો મોડા ઉડ્યા હતા, ઘણા સમયસર ઉતરાણ કરવામાં અસમર્થ હતા. ધુમ્મસની અસરને કારણે દિલ્હી એરપોર્ટ ઉપરાંત લખનૌ એરપોર્ટ, ચંદીગઢ એરપોર્ટ, જયપુર એરપોર્ટ, પટના એરપોર્ટ, કોલકાતા એરપોર્ટ, ભુવનેશ્વર એરપોર્ટ, દેહરાદૂન એરપોર્ટ, જમ્મુ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ પર પણ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે અવર-જવર કરતી 43 ફ્લાઇટમાં 1 થી 4.30 કલાકનો સમયગાળો લંબાયો હતો. જ્યારે 1 ફ્લાઇટ કેન્સલ રહી હતી.

દિલ્હી-અમદાવાદ વચ્ચેની ફ્લાઇટ ગાઢ ધુમ્મસને કારણે કેન્સલ કરવામાં આવી હતી. અમદાવાદ-ચેન્નાઇની  ફ્લાઇટ પણ રાત્રે 10:10ને સ્થાને રાત્રે 2:40ના રવાના થતાં તેને 4.30 કલાક મોડી પડી હતી.

આજે અન્ય જે ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા તેમાં સ્પાઇસ જેટની ગોવા-અમદાવાદ 1.24 કલાક, જયપુર-અમદાવાદ 2.20 કલાક, અમદાવાદ-દિલ્હી 1.55 કલાક, અમદાવાદ-જયપુર 2.20 કલાક,અમદાવાદ-દિલ્હી 1.40 કલાક, અમદાવાદ-પટણા 2.08 કલાક, અમદાવાદ-ગોવા 1.31 કલાક,  અમદાવાદ-બાગડોગરા 3.14 કલાક, પટણા-અમદાવાદ 2.45 કલાક,  અમદાવાદ-દિલ્હી 2.14 કલાક, કંડલા-અમદાવાદ 2.53 કલાક માટે મોડી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.