Surat News/ સુરતમાં ખાડીપુરની સ્થિતીના ઉકેલ માટે સરકાર એક્શનમાં, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક

સુરત પૂરની સ્થિતિને કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ થાય તેવી શક્યતા

Gujarat Surat

Surat News : સુરતમાં ખાડીપુરની સ્થિતીના નિરાકરણ માટે સરકાર એક્શનમાં આવી છે. જેના અનુસંધાનમાં સુરતમાં આજે કેન્દ્રીય મંત્રી અને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય મંત્રી આર પાટીલની હાજરીમાં સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. પાલિકાના અધિકારીઓ અને કલેકટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. સુરત પૂરની સ્થિતિને કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ થાય તેવી શક્યતા.

મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં ખાડી પૂરની સ્થિતિ નિવારવા સરકાર એક્શનમાં આવી છે. સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હાઈ લેવલની બેઠક યોજાઇ છે. કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુંવરજી બાવળીયા, સહિત શહેરના તમામ ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરના મહાનગરપાલિકા, કલેકટર, અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ વચ્ચે બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થઇ હતી. દર વર્ષ સર્જાતી ખાડી પૂરની સમસ્યા નિવારવા બેઠક યોજાઈ હતી. આ પ્રશ્નનો કાયમી નિકાલ થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. ખાડીપુરને લઈ લાખો લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ પ્રશ્નનો કાયમી નિરાકરણ લાવવું ખૂબ જ અગત્યનું બની ગયું છે.

બેઠક બાદ સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં ખાડીપૂરની સમસ્યા નિવારવા બાબતે ચર્ચા કરવામાં આવી છે. આ બાબતે એક હાઈ પાવર કમિટીનું ગઠન કરવામાં આવશે. સુરત જીલ્લો તાપી જીલ્લો અને સુરત શહેરના મોટાભાગના વિભાગના અધિકારીઓ આ કમિટીમાં સામેલ કરાશે. ક્યાંક પાણીને અવરોધવામાં આવ્યું છે અને તેના કારણે પાણીએ પોતાનો રસ્તો કર્યો છે.આગામી દિવસોમાં પાણીને કઈ રીતે ન આવરોધાય તે માટેનો રસ્તો કરવામાં આવશે. ખાડી પૂરના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને નુકસાન પણ થાય છે.પાણીને કઈ રીતે કઈ જગ્યા પર ડાયવર્ટ કરી શકાય તે બાબતે અધિકારીઓ દ્વારા પ્લાન તૈયાર કરવામાં આવશે.આ પ્રોસિજર ખૂબ લાંબી છે, એટલા માટે પહેલા સર્વેની પ્રોસિજર હાથ ધરાશે અને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવશે.પાણીના ડાયવર્ટ કરવા માટે કેટલા ખેડૂતોની જમીન જશે કેટલી જમીનનું સંપાદન કરવું પડશે તે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરાશે.

પૂર્વા આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કહ્યું હતું કે, સુરતમાં ખાડી પુરથી લાખો લોકને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે. અ સાથે કરોડો રૂપિયાનું નુકાસ થાય છે. ખાડી પુરથી મુક્તિ આપવા અને નિવારણ માટે ઉચ્ચ અધિકારીઓની બેઠક કરવામાં આવી રહી છે. કેન્દ્રીય જળ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, મંત્રી કુંવરજી બાવળીયા, સહિત શહેરના તમામ ધારાસભ્ય અને સાંસદ ઉપસ્થિત રહેશે. શહેરના મહાનગરપાલિકા, કલેકટર, અને જિલ્લા પંચાયતના તમામ અધિકારીઓ વચ્ચે બેઠક કરીને ખાડી પુરની સ્થિતિથી મુક્તિ મેળવે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. આ પ્રશ્નનો કાયમી નિરાકરણ લાવવું ખૂબ જ અગત્યનું બની ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝડપથી ફેલાશે ખતરનાક વાયરસ, નાની ઉંમરે લોકો થઈ જશે વૃદ્ધ જશે

આ પણ વાંચો:દેશમાં કોરોના વાયરસને કારણે 4 દિવસમાં 31 મૃત્યુ, સક્રિય કેસ 4 હજારને વટાવી ગયા, મહારાષ્ટ્ર-કેરળમાં સક્રિય કેસ 50%

આ પણ વાંચો:શું ફરી આવી રહ્યો છે કોરોના વાયરસ? આ દેશમાં મચ્યો હડકંપ