Banaskantha News: બનાસકાંઠા(Banaskantha)ના પાલનપુરમાં વ્યાજખોરો (Usury)ના ત્રાસથી વેપારીએ કંટાળીને આપઘાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોને 3 લાખ સામે 15 લાખ ચુકવ્યા છતાં ઉઘરાણી કરતા વેપારીએ ફિનાઈલ ગટગટાવ્યું હતું, હાલમાં વેપારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા (Banaskantha) જીલ્લામાં પાલનપુર શહેરમાં સુખબાગ વિસ્તારમાં રહેતા વેપારીએ ફિનાઈલ ગટગટાવ્યું હતું. બિલ્ડીંગ મટીરિયલના વેપારી મહમદ ઝકીબે આપઘાત (Suicide)નો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાયો છે. વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. વ્યાજખોરોને 3 લાખ સામે 15 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ઉઘરાણી કરતા હતા. વ્યાજખોરોએ વેપારીના ખાતામાં 1.26 કરોડનું ટ્રાન્જેકશન પણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
અગાઉ ઉમરેઠ (Umreth)માં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે ઝેરી દવા ઘટગટાવી આત્મહત્યા (Suicide) કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તેના લીધે એક કુટુંબે તેનો વડો ગુમાવ્યો છે. શ્રમિક યુવાનના પરિવારે યુવકની આત્મહત્યા (Suicide) પાછળ વ્યાજખોરોના ત્રાસનો પુરાવા સાથે આક્ષેપ કરતા મોડે મોડે પોલીસ તંત્ર જાગ્યું હતું અને આજે મૃતક યુવકની દફન કરેલ લાશને બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી મોત પાછળનું સાચું કારણ શોધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી વગર વ્યાજખોરીનો ધંધો કરતાં શોએબ ઇકબાલભાઈ મેમણ, જુનેદ મેમણ, તાહિર મહંમદ મિયા સાબીરભાઈ કુરેશી, હિરેન જેસવાલ સામે લેખિત ફરિયાદ આપવામાં આવી છે. મૃતક શબ્બીર કારીગરે તેના મિત્રો થકી ગોધરાના શોએબ ઇકબાલ મેમન પાસેથી જરૂર હોય વ્યાજે પૈસા લીધા હતા અને તેના વ્યાજ પેટે 30 ટકા વ્યાજ વસુલવામાં આવતું હોવાનું મૃતકના પરિવારોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:અરવલ્લીમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો, પોલીસે 14 દિવસ બાદ નોંધી ફરિયાદ
આ પણ વાંચો:મારી પાસે હવે પૈસા નથી થાક્યો વ્યાજખોરોના ત્રાસથી રાજકોટમાં યુવકે વીડિયો બનાવી કર્યો આપઘાત
આ પણ વાંચો:ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની નિર્મમ હત્યા થતાં પરિવાર રોળાયો !
