Supreme Court: 18 ઓગસ્ટ, 2025ના રોજ, સુપ્રીમ કોર્ટે લશ્કરી તાલીમ દરમિયાન અપંગ બનેલા ઓફિસર કેડેટ્સની મુશ્કેલીઓનું સ્વત અને સંજ્ઞાન લઈ, આ મામલે સુનાવણી હાથ ધરી છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની ખંડપીઠ આજે આ કેસની સુનાવણી કરશે, જે 12 ઓગસ્ટે નોંધાયો હતો. જેમાં રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી (NDA) અને ભારતીય લશ્કરી એકેડેમી (IMA) જેવી ટોચની સંસ્થાઓમાં તાલીમ દરમિયાન અપંગ બનેલા કેડેટ્સની સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, 1985થી અત્યાર સુધીમાં લગભગ 500 ઓફિસર કેડેટ્સને તાલીમ દરમિયાન અપંગતાને કારણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
છેલ્લા વર્ષોમાં
2021થી જુલાઈ 2025 સુધીમાં માત્ર NDAમાંથી 20 કેડેટ્સને મેડિકલ ગ્રાઉન્ડ પર રાજ્ય આપી દિધી છે. આ કેડેટ્સને એક્સ-ગ્રેશિયા રૂપે મહત્તમ 40,000 રૂપિયા માસિક ચૂકવણી મળે છે, જે તેમના તબીબી ખર્ચને પહોંચી વળવા માટે અપૂરતી છે. સરેરાશ માસિક તબીબી ખર્ચ 50,000 રૂપિયાથી વધુ છે. આ કેડેટ્સને એક્સ-સર્વિસમેન (ESM)નો દરજ્જો મળતો નથી, જેના કારણે તેઓ એક્સ-સર્વિસમેન કન્ટ્રિબ્યુટરી હેલ્થ સ્કીમ (ECHS) હેઠળ મફત સારવાર મેળવી શકતા નથી, કારણ કે તેમની અપંગતા કમિશનિંગ પહેલાં થઈ હતી.

ગયા વર્ષે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ કેડેટ્સ માટે એક્સ-ગ્રેશિયા રકમમાં 50% વધારાની મંજૂરી આપી હતી, પરંતુ આ પ્રસ્તાવ સંરક્ષણ અને નાણાં મંત્રાલય વચ્ચે અટવાયેલો છે, જેના માટે વધારાના 11.43 કરોડ રૂપિયાની જરૂર છે. પૂર્વ સેના વડા જનરલ એમ.એમ. નરવણે અને એડમિરલ અરુણ પ્રકાશે સરકારને આગ્રહ કર્યો છે કે આ કેડેટ્સને ESM દરજ્જો, આજીવન આરોગ્ય વીમો અને યોગ્ય વળતર આપવું જોઈએ.

સુપ્રીમ કોર્ટનું સ્વતઃ સંજ્ઞાન અપંગ લશ્કરી કેડેટ્સના સંઘર્ષને પ્રકાશમાં લાવે છે. આજની સુનાવણી આ કેડેટ્સ માટે ESM દરજ્જો, વધુ વળતર અને આરોગ્ય સુવિધાઓની આશા જગાવે છે. આ મામલો લશ્કરી તાલીમમાં સલામતી અને ન્યાયના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડે છે.
આ પણ વાંચો:NEET UG જાપાન ભારતીય વિદ્યાર્થીઓ માટે નવું મેડિકલ ડેસ્ટિનેશન બની રહ્યું છે,જાણો કારણ
આ પણ વાંચો:FASTag Annual Passનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું, માત્ર 3 સરળ સ્ટેપમાં થશે કાર્યરત
