Not Set/ Spicejet નાં પાયલોટ સાથે લૂંટારુઓએ ચલાવી લૂંટ, છરીનાં માર્યા ઘા

દિલ્હી એરપોર્ટ જઇ રહેલા સ્પાઇસ જેટનાં પાયલોટને ગનપોઇન્ટ પર લૂંટારૂઓએ લૂંટી લીધા હતા અને છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના દિલ્હીનાં આઈઆઈટી ફ્લાયઓવર નજીક બની હતી, જ્યાં આશરે 10 બાઇક સવારોએ પાયલોટને લૂંટી લીધો હતો અને તેને ઈજા પહોંચાડી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. એએઆઈનાં જણાવ્યા અનુસાર બુધવારે રાત્રીનાં […]

India

દિલ્હી એરપોર્ટ જઇ રહેલા સ્પાઇસ જેટનાં પાયલોટને ગનપોઇન્ટ પર લૂંટારૂઓએ લૂંટી લીધા હતા અને છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના દિલ્હીનાં આઈઆઈટી ફ્લાયઓવર નજીક બની હતી, જ્યાં આશરે 10 બાઇક સવારોએ પાયલોટને લૂંટી લીધો હતો અને તેને ઈજા પહોંચાડી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

એએઆઈનાં જણાવ્યા અનુસાર બુધવારે રાત્રીનાં 1 વાગ્યે, દિલ્હી એરપોર્ટ જઇ રહેલા સ્પાઇસ જેટ પાયલોટને આઈઆઈટી ફ્લાયઓવર નજીક ગન પોઇન્ટ પર લૂંટી લેવામાં આવ્યા હતા. પાયલોટ પર તે સમયે હુમલો થયો જ્યારે તે ફરીદાબાદમાં તેના ઘરેથી ઓફિસની કેબમાં દિલ્હી એરપોર્ટ જઈ રહ્યો હતો. 5 બાઇક પર સવાર 10 લૂંટારૂઓએ આઈઆઈટી ફ્લાયઓવર નજીક તેમનો રસ્તો અવરોધિત કર્યો હતો. બદમાશોએ કારનો કાચ તોડી બંદૂક પર પાયલોટ પાસેથી પૈસા છીનવી લીધા હતા. પાયલોટ પાસે આશરે 34,000 રૂપિયા હતા, જે બદમાશોએ તેની પાસેથી છીનવી લીધા હતા. લૂટારુંઓએ પાયલોટ પર છરી વડે હુમલો કર્યો હતો અને તેને લોહીલુહાણ કર્યો હતો અને ફ્લાયઓવર પર છોડી ભાગી ગયા હતા.

વળી પાયલોટ ઘાયલ હાલતમાં પોલીસને બોલાવવા સફળ રહ્યા હતા. દિલ્હી પોલીસનું ઇમરજન્સી રિસ્પોન્સ વાહન નજીકમાં હતું. પોલીસે બાઇક ચાલકો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધ્યો છે અને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. પોલીસને બાઇકનાં રજિસ્ટ્રેશન નંબર અંગે માહિતી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.